ફ્લેટ ફીટની તકલીફ એટલે કે જ્યારે પગનાં તળિયાં એકદમ સપાટ હોય ત્યારે એને કારણે તા કમરી લઈને અંગૂઠા સુધીનાં જુદાં-જુદાં અંગોના દુખાવાી બચવા માટે ર્ઑોટિક ઇન્સોલ્સ એકમાત્ર સરળ ઉપાય છે જે નિષ્ણાતની સલાહ મુજબ બનાવડાવવાં જોઈએ. વળી ફક્ત ઇન્સોલ્સ જ નહીં પરંતુ પગનાં તળિયાંના સ્નાયુઓને મજબૂત કરતી અમુક એક્સરસાઇઝ પણ આ તકલીફમાં શીખવી અને રેગ્યુલર કરવી જરૂરી અને ફાયદેમંદ છે
કુદરતી રીતે આપણાં પગનાં તળિયાંમાં વચ્ચેના ભાગમાં કમાન આકારનો એક ખાડો રહેલો છે જે શરીરનું બેલેન્સ જાળવવા માટે અને શરીરનું વજન સરળતાી બે પગ દ્વારા ઉપાડી શકાય એ માટે ખાસ જરૂરી છે, પરંતુ અમુક લોકોમાં આ ખાડો ની હોતો એની જગ્યાએ તેમના પગનું તળિયું એકદમ સપાટ હોય છે જેને ફ્લેટ ફીટ કહે છે. કાલે આપણે જોયું કે આ સમસ્યા મોટા ભાગે જિનેટિક હોય છે અને વંશાનુગત હોવાની શક્યતા ખૂબ વધારે છે. વળી આપણે એ પણ જોયું કે આ એક જન્મજાત સમસ્યા છે, પરંતુ એના વિશે અંદાજ બાળક છ વર્ષની ઉંમરનું ાય પછી જ આવે છે. આજે આપણે જોઈશું કે ફ્લેટ ફીટને કારણે કયા પ્રકારની સમસ્યાઓનો સામનો લોકોએ કરવો પડતો હોય છે અને એનો ઉપાય શું છે.
દુખાવો
એવું જરાય જરૂરી ની કે જેને ફ્લેટ ફીટની તકલીફ છે એ બધા જ લોકોને એને સંબંધિત કોઈ તકલીફ હોય જ. ઘણા લોકો એવા છે જે ફ્લેટ ફિટ સો સાવ સામાન્ય જીવન જીવતા હોય છે તો ઘણા લોકો એવા છે જેમના માટે ચાર ડગલાં ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આ તકલીફ દરેક વ્યક્તિએ સાવ છે. જે લોકોનાં પગનાં તળિયાં સપાટ જ હોય તેમને આવાં તળિયાંને કારણે શું તકલીફ તી હોય છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ફિઝિયોરીહેબ-બાંદરા અને મલાડનાં ફિઝિયોેરપિસ્ટ ડોકટર કહે છે, જે વ્યક્તિને ફ્લેટ ફીટ છે એને કમર અને એનાી નીચેના દરેક ભાગમાં એટલે કે કમર, હિપ્સ, સાળ, નીચેના પગ, અંગૂઠો, એડી, ઘૂંટણ, ઘૂંટી વગેરેમાંી કોઈ પણ જગ્યાએ માઇલ્ડી લઈને અસહ્ય એવું પેઇન ઈ શકે છે. આ પેઇન ક્યારે ાય, કેવી રીતે ાય અને કયા સંજોગોમાં આવી જાય એ દરેક વ્યક્તિની ચાલવાની સ્ટાઇલ અને એનો પગ કેટલો ફ્લેટ છે એના પર આધારિત છે.
ઓવરપ્રોનેશન
જે લોકોનાં પગનાં તળિયાં એકદમ સપાટ હોય છે એ લોકોની એક ખાસ ઓળખ હોય છે. જ્યારે તેઓ દોડતા કે ચાલતા હોય ત્યારે તેમનો ઘૂંટણી નીચેનો પગ અંદરની બાજુએ ોડોક વળે છે. આ વળાંક ોડોક હોય ત્યાં સુધી વાંધો ની હોતો, પરંતુ જો આ વળાંક વધુ અંદરની તરફ હોય તો પ્રોબ્લેમ આવી શકે છે જેને ઓવરપ્રોનેશન કે ઍક્સેસ પ્રોનેશન કહે છે. મહત્વની વાત એ છે કે દરેક ફ્લેટ ફીટ ધરાવતી વ્યક્તિને ઓવરપ્રોનેશન ાય જ છે, પરંતુ દરેક વ્યક્તિ જેને ઓવરપ્રોનેશન ાય છે એને ફ્લેટ ફીટ હોય જ એવું જરૂરી ની. ઓવરપ્રોનેશનને કારણે શું પ્રોબ્લેમ્સ આવી શકે છે એ જણાવતાં ડોકટર કહે છે, ઓવરપ્રોનેશનને કારણે કરોડરજ્જુની નીચેની બાજુમાં તકલીફ ઈ શકે છે. એ સીધી રહેવાને બદલે વળેલી રહે છે જેને લીધે કમરમાં સતત સખત દુખાવો રહે છે. ખાસ કરીને કમરના મસલ્સ ટાઇટ ઈ જાય છે અને સ્ટિફનેસ આવી જાય છે. ઓવરપ્રોનેશનને કારણે ઘૂંટણની ઢાંકણી પર વધુપડતું દબાણ આવે છે જેને લીધે લાંબા ગાળે એ ઘૂંટણના સાંધાના સ્નાયુઓ અને લિગમન્ટ્સ નબળા તા જાય છે. ઘણા લોકોને એને કારણે તળિયાંમાં બળતરા અને સખત દુખાવો રહેતો હોય છે તો ઘણા લોકોને પગની પાનીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.
પોશ્ચર
પગનું તળિયું સપાટ હોવાને કારણે સૌી પહેલી જે અસર ાય છે એ છે વ્યક્તિનું પોશ્ચર બગડે છે. ઊભા રહેવાનું, ચાલવાનું અને દોડવાનું એક નિશ્ચિત પોશ્ચર હોય છે જેને લીધે વ્યક્તિનું ઓવરઑલ બેલેન્સ જળવાય રહે છે, પરંતુ જેનું તળિયું સપાટ છે તેને શરીરનો ભાર ઍડ્જસ્ટ કરવા માટે પોતાનું પોશ્ચર બદલવું પડે છે. એ ઍડ્જસ્ટમેન્ટ છતાં પણ ખોટા પોશ્ચરને કારણે વ્યક્તિ બેલેન્સ ગુમાવી દઈને પડી જાય છે. આ સિવાય તેઓ વધુ ચાલે તો ાકી જાય અવા વધુ રમે કે દોડે તો તકલીફ ઊભી કરી શકે છે. ઘણી વાર આવા લોકો દોડતાં-દોડતાં અચાનક જ બેલેન્સ ગુમાવે અને પડી જાય. ઘણા લોકો સમાન્ય ચાલે તો પણ એટલું પેઇન ાય પગમાં કે દોડવાનું તો તે વિચારી પણ ની શકતા. આ દરેક પરિસ્િિત ગંભીર બની જાય પછી લોકો મેડિકલ હેલ્પ વિશે વિચારે છે.
ઇલાજ
આ તકલીફ જન્મજાત તકલીફ છે અવા તો કહીએ કે જિનેટિક પ્રોબ્લેમ છે જે ક્યારેય સંપૂર્ણ ઠીક ન ઈ શકે, પરંતુ કોઈ તો ચોક્કસ એનો ઉપાય હોવો જોઈએ અને એ ઉપાય શું છે એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, કોઈ પણ રીતે આપણે પગની રચનાને તો બદલી ની શકતા, પરંતુ પગને ચોક્કસ સર્પોટ એવો આપી શકીએ છીએ કે જેનાી ફ્લેટ ફીટને કારણે ઉદ્ભવતી સમસ્યાી બચી શકાય. જેના માટે યોગ્ય શૂઝની પસંદગી અને એ શૂઝની અંદર ર્ઑોટિક ઇન્સોલ્સનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. ર્ઑોટિક ઇન્સોલ્સ આમ તો અમુક ખાસ દુકાનોમાં વેચાવા લાગ્યાં છે, પરંતુ કોઈ પણ ઇન્સોલ્સ વાપરવાી ફાયદો ની તો. દરેક વ્યક્તિ માટે ઇન્સોલ્સ કસ્ટમાઇઝ્ડ રીતે બનાવવામાં આવે તો જ એને ફાયદો કરે છે. એ માટે નિષ્ણાત પાસે જઈને ચકાસણી કરાવવી અને યોગ્ય માપ દઈને તમારી જરૂરિયાત પ્રમાણેનાં ઇન્સોલ્સ બનાવવાં. આ ઇન્સોલ્સને શૂઝમાં નાખીને હંમેશાં પહેરવાં, જેનાી પગને સર્પોટ મળે છે. જર્ક કે શોક ની લાગતો અને એને કારણે તા પ્રોબ્લેમ્સ પણ ની ઉદ્ભવતા અવા ઓછા ાય છે. ઇન્સોલ્સ સિવાય પગનાં તળિયાંના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે અમુક એક્સરસાઇઝ પણ સો દરરોજ રૂટીનમાં કરવી અગત્યની છે જે ઘણી મદદરૂપ ાય છે.
બાળપણી ઇલાજ જરૂરી
બાળપણમાં જ્યારે ૬ વર્ષની ઉંમરે ખ્યાલ આવે કે બાળકને ફ્લેટ ફીટની તકલીફ ઈછે તો તેને નિષ્ણાત પાસે લઈ જવું જરૂરી છે. આ પાછળનું કારણ સમજાવતાં ડોકટર કહે છે, નાનપણમાં બાળકનો પગ અને એના સ્નાયુઓનો હજી વિકાસ ઈ રહ્યો હોય છે. આ સમયે ફ્લેટ ફીટને લીધે તેનું પોશ્ચર બગડે કે તેના સ્નાયુઓ નબળા ન રહી જાય એ માટે તેને ઇન્સોલ્સની મદદ જરૂરી રહે છે. જો ઇન્સોલ્સ પહેરે તો નાનપણમાં જ નહીં મોટા ઈને પણ ફ્લેટ ફીટને લઈને તી સમસ્યાઓમાં ઘટાડો જોવા મળે છે. બાળકોમાં આ ઇન્સોલ્સ તેમના પગનું માપ બદલાય એ રીતે બદલવાં પણ જરૂરી છે. દર વર્ષે તેમને ફોલો-અપ માટે નિષ્ણાત પાસે લઈ જઈને પગની હાલત કેવી છે એ રેગ્યુલર ચેક કરાવવું જોઈએ. બાળકોમાં જ્યારે આટલી તકેદારી રાખવામાં આવે ત્યારે જીવનભર તેમને કોઈ ખાસ તકલીફ ફ્લેટ ફીટને કારણે જોવા ની મળતી.