કારલોસ ઘોષને જાણીતી કાર કંપની રેનોલ્ટના ચીફ એક્ઝિક્યુટિવ અને ચેરમેને પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગેની માહિતી ફ્રેન્ચ સરકારે આપી છે. પેરિસ ખાતે કંપનીની બોર્ડ મિટિંગ થયા બાદ કારલોસના અનુગામીની જાહેરાત કરવામાં આવશે.
દાવોસમાં એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમા ફ્રેન્ચ ફાઈનાન્સ મિનિસ્ટર બ્રુન્ટો લી મેરીએ જણાવ્યું હતું કે ગત રાતે જ કોરલેસે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે જાપાનની જાણીતી કાર કંપની નિશાનમાં નાણાંકીય ગેરીરીતીઓ કરવાના કેસમાં હાલ ઘોષ ટોકિયોની જેલમાં છે.
રેનોલ્ટ અને તેના સૌથી વધુ શેરહોલ્ડર એવા ફ્રેન્ચ સ્ટેટેને ઘોષન સામે તપાસ કરવાની બાકી હોવાથી અને તેમની સામે કોઈ નકર પૂરાવા મળ્યા ન હોવાને કારણે ઘોષનને હટાવવામાં આવ્યો ન હતો. આ સિવાય રેનોલ્ટ ઘોષન સામે કોર્ટનું જર્જમેન્ટ આવતા પહેલા કોઈ પણ પગલ લેવા માંગતી ન હતી.જોકે નિશાને ઘોષનને નવેમ્બરમાં જયારે તેની ધરપકડ થઈ ત્યારે જ હટાવી દીધો હતો.