તમારે ડિઝાઇનર સાડી બનાવવી હોય કે કંઈક હટકે બ્લાઉઝ બનાવવું હોય કે પછી બોર્ડર તરીકે મૂકવું હોય કે પછી દીકરીનું આણું તૈયાર કરવું હોય તો એક જ ફેબ્રિક યાદ આવે; એ છે.શિમર ફેબ્રિક
પહેલાં કોઈ પણ ડ્રેસ કે બ્લાઉઝમાં હેવી લુક આપવા માટે સિલ્વર, ગોલ્ડન કે કોપર બોર્ડરનો ઉપયોગ કરવામાં આવતો અવા હેન્ડવર્ક કે મશીનવર્ક કરવામાં આવતું. ડ્રેસમાં બોર્ડર મૂકવી કે વર્ક કરાવવું ક્યારેક અઘરું પડી જાય છે. આ બધાં જ કામ જો આસાન કરવાં હોય તો શિમર ફેબ્રિકનો ઉપયોગ કરવો. શિમર ફેબ્રિક એટલે જેમાં ગોલ્ડ, સિલ્વર અને કોપરની ઝાંય પડતી હોય. પહેલાં શિમર ફેબ્રિકમાં માત્ર ગોલ્ડ કલર જ આવતો; પરંતુ હવે ગોલ્ડ, સિલ્વર અને કોપરમાં પણ મળે છે. શિમર ફેબ્રિક મલ્ટિપર્પઝ ફેબ્રિક છે. એમાંી ઘણી વસ્તુ બનાવી શકાય જેમ કે બ્લાઉઝ, સાડી અવા સાડીમાં બોર્ડર, ચૂડીદાર, ઘાઘરા અવા ઘાઘરા માટે લાઇનિંગ અને કિડ્સ વેઅર. શિમર ફેબ્રિક માત્ર કપડાં પૂરતું જ સીમિત ની. એમાંી ઘણી ડેકોરેટિવ વસ્તુ બનાવી શકાય જેમ કે બેગ, બટવા, તોરણ, એન્વેલપ અને મોબાઇલ કવર.
બ્લાઉઝ
- જો તમારી સાડીમાં ગોલ્ડ કલરની બોર્ડર કે વર્ક હોય અને જો તમારે સાડીનું મેચિંગ બ્લાઉઝ ન પહેરવું હોય તો તમે શિમર ગોલ્ડનું બ્લાઉઝ પહેરી શકો. એનાી સાડીને એક અલગ લુક મળશે. સાડીના કલર અને વર્ક અનુસાર ગોલ્ડ, સિલ્વર અવા કોપર કલરની પસંદગી કરવી. શિમર ફેબ્રિકની ખૂબી એ છે કે એમાં વર્ક કરાવવાની અવા બોર્ડર મૂકવાની જરૂર પડતી ની. શિમર ફેબ્રિકનાં બ્લાઉઝ રેડી તો મળે જ છે, પરંતુ જો તમારે સારું ફિટિંગ જોઈતું હોય તો તમે સીવડાવી શકો. અને ખાસ પેડેડ જ કરાવવાં. એનાી વ્યવસ્તિ લુક આવશે. શિમર બ્લાઉઝમાં ખાસ કરીને લોન્ગ અવા સ્લીવ ન આપવી, પરંતુ શોર્ટ સ્લીવ જ આપવી. અવા જો કંઈક અલગ ટ્રાય કરવું હોય તો હોલ્ટરનેક આપી શકાય.
- સાડી અવા બોર્ડર શિમર ફેબ્રિકની સાડી પહેરવા માટે ચોક્કસ પ્રસંગની જરૂર પડે છે. આવી સાડી ખાસ કરીને પાર્ટીવેઅર તરીકે પહેરાય છે. શિમર સાડી પહેરવા માટે તમારુંં શરીર વેલ-મેઇન્ટેન્ડ હોવું જ જોઈએ. તેમ જ ત્વચાનો રંગ ખાસો ઊજળો હોવો જોઈએ. તો જ તમને આવી સાડી સારી લાગી શકે. જો તમારે શિમર સાડી સો શિમર બ્લાઉઝ જ પહેરવું હોય તો હોલ્ટર પેટર્ન પહેરી શકો જેી વધારે પડતી શિમર ઇફેક્ટ ન આવે. આ આઉટલુક સો સ્ટ્રેટ હેર વધારે સારા લાગી શકે. વધારે પડતી જ્વેલરી ન પહેરી માત્ર લોન્ગ ઝૂમખાં પહેરી શકાય. હામાં માત્ર એક સ્ટેટમેન્ટ બ્રેસલેટ સારો લુક આપશે.
- જો શિમર ફેબ્રિક તમારે બોર્ડર તરીકે વાપરવું હોય તો એ બહુ સહેલું છે અને એનાી સાડીનો લુક પણ અલગ આવશે. શિમર ફેબ્રિક સાડીમાં માત્ર હાઇલાઇટિંગ માટે વાપરવામાં આવે છે. આી વધારે પડતી મોટી બોર્ડર ન મૂકવી. બોર્ડર કરતાં જો કંઈક અલગ કરવું હોય તો એક ઇંચની સાડીના પાલવમાં ફ્લેટ ફ્રિલ મૂકવી. અને જો કંઈક હટકે ટ્રાય કરવું હોય તો ટ્રાન્સપરન્ટ સાડીની નીચે શિમર ચણિયો પહેરી શકાય.
ચૂડીદાર અને ઘાઘરા
- શિમર ચૂડીદારમાં ઘણા ઑપ્શન આવે છે જેમ કે ગોલ્ડ, સિલ્વર અને કોપર તો છે જ ઉપરાંત રેડ સો ગોલ્ડ કે બ્લેક સો સિલ્વર કે પછી બ્રાઉન સો કોપર. શિમર ઇફેક્ટ મોટે ભાગે બ્રાઇટ કલરમાં વધારે સારી લાગે છે. જો તમારા ડ્રેસ કે કુરતીમાં ગોલ્ડ, સિલ્વર કે કોપરનું વર્ક હોય અને હેવી લુક જોઈતો હોય તો શિમર ચૂડીદાર પહેરી શકો. શિમર ચૂડીદાર સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં પણ મળે છે. જો તમારે શિમર ફેબ્રિકનું ચૂડીદાર સિવડાવવું હોય તો પ્રોપર ફિટિંગમાં જ કરાવવું નહીં તો ચૂડીદાર ફૂલેલું લાગશે અને ડ્રેસનો શો પણ નહીં આવે. શિમર ચૂડીદાર તમે મિક્સ ઍન્ડ મેચ પણ કરી શકો જેમ કે રાની કલરનો પ્યોર હેન્ડલૂમનો કુરતો જેના પર ગોલ્ડ બોર્ડર અને એની સો ગોલ્ડ શિમરનું ચૂડીદાર ઍટ્રેક્ટિવ લુક આપશે. આ લુક સો ગોલ્ડ ઝૂમખાં અને એક હામાં બેન્ગલ અને હાઈ હીલ્સ સારી લાગી શકે.
- હેવી વેડિંગ કે વેડિંગની સબ-ઇવેન્ટ માટે શિમર ઘાઘરાનો ઉપયોગ ાય છે. જો નેટનો ઘાઘરો હોય તો એમાં સાદું લાઇનિંગ એટલે કે અસ્તર ન નાખતાં શિમરનું લાઇનિંગ નાખવામાં આવે છે જેી નેટની ટ્રાન્સપરન્ટ ઇફેક્ટમાંી નીચેનું લાઇનિંગ શાઇન કરે અને ઘાઘરો વધારે સુંદર લાગે. જો તમારે લુક જોઈતો હોય તો રો-સિલ્કનું એ- લાઇનનું સ્કર્ટ અને ઘાઘરાના દામનમાં શિમર ફેબ્રિકની ૪ કે ૬ ઇંચની બોર્ડર. હાઇટ અનુસાર બોર્ડરની સાઇઝની પસંદગી કરવી.
કિડ્સવેઅર
- કિડ્સવેઅર માટે શિમર ફેબ્રિક એકદમ ઍપ્રોપ્રિએટ છે. કિડ્સવેઅરમાં ગલ્ર્સ માટે શિમરનાં ટોપ આવે છે જેના પર અલગ-અલગ કલરના મોટિફ હોય છે. એવાં ટોપ ડેનિમ કે સ્કર્ટ સો મિક્સ ઍન્ડ મેચ કરી શકાય. તેમ જ શિમરનાં જેકેટ પણ આવે છે. શિમર લેગિંગ્સ કોન્ટ્રાસ્ટ કલરના ટોપ સો પહેરી શકાય. તેમ જ પાર્ટીવેઅર ફ્રોક્સ પણ શિમરમાંી બનાવવામાં આવે છે. બોય્ઝ માટે શિમર બનિયાન મળે છે જે તેઓ ડેનિમ સો પહેરી એના પર જેકેટ પહેરી એક અલગ લુક આપી શકે.
- આ ફેબ્રિકમાંી ઘણી ડેકોરેટિવ આઇટમ બનાવવામાં આવે છે
- જેમ કે એન્વેલપમાં વાપરવામાં આવે છે. હવે તો લગ્નની કંકોતરીમાં પણ શિમરનો ઉપયોગ કરવામાં આવે છે. શિમરની ખૂબી એ છે કે ોડું વાપરવાી પણ દેખાવ વધારે આવે છે.
- ડ્રેસ, બ્લાઉઝ, સાડી કે દુપટ્ટાના લટકણમાં પણ શિમરનો ઉપયોગ ાય છે.
- શિમરનાં તોરણ સેટિન રિબન સો બનાવવાી હેવી લુક આવે છે.
- આણા-ડેકોરેશનમાં કે ગણપતિ-ડેકોરેશનમાં કે આરતીની ાળી હોય કે દિવાળીની ફ્લોટિંગ કેન્ડલ્સ હોય… બધામાં જ શિમરનો ઉપયોગ ાય છે.
નોંધી લો
- શિમર ફેબ્રિક બહુ સાવધાનીપૂવર્ક વાપરવું. ફેબ્રિકનો પોતાનો ફોલ ની. એટલે જો બરાબર સિવાયું નહીં હોય તો એ શરીરી દૂર રહેશે અને ડ્રેસનો શો નહીં આવે.
- શિમરનું બ્લાઉઝ બનાવવું હોય તો પેડેડ તો બનાવવું જ, પરંતુ એમાં ફ્યુઝિંગનો પણ ઉપયોગ કરવો જેી શિમરમાં કરચલી ન પડે.
- આખો શિમર આઉટફિટ ન પહેરતાં એની સો કોઈ કોન્ટ્રાસ્ટ કલરનો ઉપયોગ કરવો જેી સટલ લુક આવે.