મ્યુ. કમિશનર બંછાનીધી પાની આપશે હાજરી: સેવાભાવીઓ ‘અબતક’ના આંગણે
માનવરક્તનો કોઇ વિકલ્પ નથી. રક્તના અભાવે જીવન-મરણ વચ્ચે જજુમતા અસહાય વ્યક્તિઓનું જીવન બચાવવા કોઇપણ તંદુરસ્ત, પુખ્ત વ્યક્તિએ બ્લડ આપવું જોઇએ. આવી ઉમદા વિચારસરણી સાથે સ્વૈચ્છિક રક્તદાન દ્વારા કેટલીય બુઝાતી જીંદગીને બચાવી શકાય. સમગ્ર સૌરાષ્ટ્રની ખ્યાતિપ્રાપ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી સોની યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રક્તદાતાએ રક્તદાન કરી એક અતિ મૂલ્યવાન ગુપ્તદાનનો આનંદ મેળવો તેવી અભિલાષા આ કાર્યક્રમમાં ડો.હેમાંગભાઇ વસાવડા તથા વડોદરાના ચેરીટી નાયબ મદદનીશ નવનીતભાઇ પાટડીયા, રાજકોટ મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની તથા રમેશભાઇ પાટડીયા તથા ચીમનભાઇ પાટડીયા અને કનુભાઇ પાટડીયા ઉપસ્થિત રહેશે.
અબતકની મુલાકાતે આવેલા સોની યુવા સોશ્ય ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે, ‘આ ભગીરથ કાર્યમાં જેને જોડાવાની ઇચ્છા હોય તે જોડાઇ શકે છે. બ્લડ ડોેનટ કરનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા સતત બીજી વાર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય તેવો અનુરોધ છે. મહત્વનું છે કે, અમારા ટ્રસ્ટ દ્વારા ગૌસેવાના લાભાર્થે આગામી ર-ફેબ્રુઆરીએ મણીઆર હોલ ખાતે લોકસાહિત્યનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.’
બ્લડ ડોનેશન કેમ્પ રવિવારે સવારે ૯ થી ૨ સુધી નવી ઓ.પી.ડી. ગ્રાઉન્ડ ફ્લોર, વોર્ડ નં.૬, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા, ઉપપ્રમુખ રાજેશ પાટડીયા, મંત્રી વિનુભાઇ વઢવાણા, સહમંત્રી હરેશભાઇ ભુવા, ખજાનચી શૈલેષભાઇ પાટડીયા, સહ ખજાનચી પરેશભાઇ પાટડીયા, કારોબારી સભ્યો કલ્પેશભાઇ પારેખ, નિલેષભાઇ જડીયા, હિતેશભાઇ વાગડીયા, ભાવેશભાઇ પાટડીયા, અનિલભાઇ આડેસરા વિગેરે સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.