ભંડોળની અરજી ફગાવી ન હોવાની મંત્રાલયની સ્પષ્ટતા: જરૂરી રિપોર્ટ જમા થયા બાદ કામગીરી બાબતે નિર્ણય કરવા જણાવાયું હોવાનો દાવો
નરેન્દ્ર મોદીને ખાસ એવી સૌની યોજનાને ભંડોળ ફાળવવાનું કેન્દ્ર સરકારે ઈન્કાર કર્યો હોવાી સૌની યોજના નિરાધાર બની હોવાનું કહેવાઈ રહ્યું હતું. જો કે, ગુજરાત સરકારે સૌની યોજના માટે સ્વભંડોળમાંી કામગીરી આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. આ યોજના માટે ભંડોળની અપીલને ફગાવતા કેન્દ્રની કમીટીએ ટેકનીકલ ખામીઓ મુદ્દે આ નિર્ણય કર્યો હોવાનું ગુજરાત સરકારને જણાવ્યું હતું. વધુમાં એમ પણ કહ્યું હતું કે, સૌની યોજનામાં ઘણી બાબતોની ખામી દેખાઈ રહી હોવાી આ ખામીઓ દૂર ાય ત્યારબાદ જ વધુ નિર્ણય લઈ શકાશે. જો કે, હવે કેન્દ્રએ પારોઠના પગલા ભર્યા છે અને સૌની યોજનાને ભંડોળ માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
વધુમાં મંત્રાલયે સેન્ટ્રલ વોટર કમિશને ગુજરાત સરકારની ફંડની અપીલને ફગાવી હોવાની વાતનો ઈન્કાર કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકારની અપીલને ફગાવવામાં આવી ન હતી. પણ પ્રોજેકટમાં વધુ ગુણવત્તાસભર કામો ાય અને ટેકનીકલ ગ્રાઉન્ડમાં વધુ કામગીરી ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. વધુમાં એમ પણ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજનાના પ્રોજેકટમાં કમ્પલીયન્સ રિપોર્ટ રજૂ યા બાદ ભંડોળ ફાળવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જો કે, ગુજરાત સરકારે સમય રહેતા જ પ્રોજેકટની વિગત અને રિપોર્ટ જમા કરાવી દેતા ભંડોળનો પ્રશ્ર્ન દૂર ાય તેવું લાગી રહ્યું છે, કારણ કે, કેન્દ્રએ સૌની યોજનાના બીજા તબકકા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌની યોજના બાબતે ખાસ ધ્યાન આપતા હોવાી તેના ભંડોળની અપીલને ફગાવવાના અહેવાલો બહાર આવતા લોકોમાં પણ ોડુ આશ્ર્ચર્ય ફેલાયું હતું. જો કે, અગાઉ ભંડોળ ફગાવવાની જાહેરાત બાદ કેન્દ્રએ ફેરવી તોડયું છે અને રિપોર્ટ જમા કરાવ્યા બાદ મંજૂરી આપવાની હોવાનું કહેવામાં આવ્યું છે. સૌની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી મળતા હવે આ યોજનાના બીજા તબકકામાં રહેલી અડચણો દૂર શે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.