ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક અને ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રાયોજિત બે દિવસીય ‘નેશનલ કોન્ફરન્સ ઓન રિસેન્ટ ઈનોવેશન ઈન સાયન્સ’નું રાષ્ટ્રીય સ્તરનું આયોજન સ્કુલ ઓફ સાયન્સ, આરકે યુનિવર્સિટી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં આઈએસઆરઓના સાયન્ટિસ્ટ અને પદ્મશ્રી એવા ડો. વાય. એસ. રાજન દ્વારા વિદ્યાર્થીઓને તથા વિવિધ કોલેજોમાં પ્રાઘ્યાપકોને સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિવિધ ઉપયોગો ઉપર વકતવ્ય આપ્યું છે.
ડો.આર.કે.કોટનાલા કે જેઓ નેશનલ ફિઝીકસ લેબોરેટરી, દિલ્હીના પ્રમુખ વૈજ્ઞાનિક છે, તેમણે પોતાની પેટન્ડેડ ઈનોવેશન હાઈડ્રોઈલેકિટ્રક સેલ ઉપર વકતવ્ય આપ્યું. જેમાં પાણી દ્વારા વિજળી ઉત્પન્ન કરતું યંત્ર કોન્ફરન્સ દરમ્યાન રજુ કરવામાં આવ્યું. તદુપરાંત રસાયણ શાસ્ત્રી અને ભૌતિક વિજ્ઞાનના તજજ્ઞો એવા ડો.ડી.આઈ.બ્રહ્મભટ્ટ, ડો.મુકેશ રંજન દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું.
આ કોન્ફરન્સ દરમ્યાન ૨૦ કરતા વધુ કોલેજોના પ્રાઘ્યાપકો અને ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું સંશોધન રજુ કર્યું. વધુમાં ૨૫ કરતા વધુ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્નાતક, અનુસ્નાતક તથા રિસર્ચ સ્કોલર દ્વારા રજુ કરાયા.