બારોટ સમાજના ઉત્કૃષ્ટના કામોમાં બારોટ સમાજને લાંછન લાગે તેવું કૃત્ય કરનાર બારોટ સમાજના જ કહેવાતા આગેવાન સામે સમસ્ત બારોટ સમાજ લાલઘુમ થયો છે.
ગુજરાતભરમાંથી દરેક જીલ્લા તાલુકામાંથી મુખ્યમંત્રી, પોલીસ કમિશનર, ચેરિટિ કમિશનરને આવેદન આપવાનો દોર શરૂ થયો છે. રાજુલા સમસ્ત બારોટ સમાજના ઉત્કર્ષના કામો કરનાર આગેવાનોને હેરાન કરનાર બારોટ સમાજના કહેવાતા આગેવાન મહેશભાઈ અને દુષ્યંતભાઈ બારોટે ખોટી અરજીઓ કરી સમાજ વિરુઘ્ધ પ્રવૃતિ કરતા સમસ્ત બારોટ સમાજ લાલઘુમ થયો છે. બારોટવંદના કાર્યક્રમમાં પણ આ કહેવાતા રાજકોટના બે આગેવાનોએ આયોજકો ઉપર ખોટી નોટીસ ફટકારતા સમસ્ત બારોટ સમાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજકોટ ચેરીટી કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર, જીલ્લા કલેકટર સહિતને આવેદનો આપવાનું ચાલુ કર્યું છે. જેમાં રાજુલા, જાફરાબાદ, તળાજા, જામનગર, કચ્છ, અંજાર શહેરોમાં આવેદન દ્વારા અને આવા સમાજ વિરોધી તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા અનુરોધ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે. ન્યાય માંગવા કાર્યક્રમો યોજવા ચક્રોગતિમાન થયા છે.