ત્રણ વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અરજદારનું ઉમેદવારી ફોર્મ ગાયબ થઇ ગયું હોવાના બનાવમાં યોગ્ય કાર્યવાહી ન થતાં અરજદાર રોષે ભરાયો
મોરબીના બેલા ગ્રામ પંચાયતની વર્ષ ૨૦૧૬ માં યોજાયેલી ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનારનું ફોર્મ ગાયબ થઇ ગયું હોય અને તંત્ર દ્વારા તેને આ મામલે યોગ્ય જવાબ મળતો ના હોય જેથી આજે તાલુકા પંચાયત કચેરીએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો
મોરબીના બેલા ગ્રામ પંચાયતની વર્ષ ૨૦૧૬ માં યોજાયેલી ચુંટણીમાં સરપંચ માટે ઉમેદવારી નોંધાવનાર મગનભાઈ સંઘાણીનું ફોર્મ તાલુકા પંચાયત કચેરીમાંથી ચુંટણી સ્ટાફની બેદરકારીથી ગાયબ થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને જે મામલે અરજદાર ત્રણ વર્ષથી લડત ચલાવી રહ્યા છે અરજદારના જણાવ્યા અનુસાર તેને ગ્રામ પંચાયત ચુંટણી માટેનું ફોર્મ ભરી જવાબદાર અધિકારી સમક્ષ રજુ કર્યું હતું
જોકે તે ફોર્મ ગાયબ થઇ ગયું હોય અને બાદમાં તેનું ફોર્મ રજુ ના થયું હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું તો આ મામલે અરજદારને હજુ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી જેથી આજે નારાજ અરજદારે તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરી હતી જોકે બાદમાં સમજાવટથી મામલો થાળે પડ્યો હતો જયારે આ મામલે ટીડીઓ પી એ ગોહિલે જણાવ્યું હતું કે અરજદારે ચુંટણી માટેની ફીની પહોંચ રજુ કરી છે જોકે ફોર્મ જમા કર્યા અંગેનો કોઈ પુરાવો રજુ કર્યો નથી અને જે તે સમયે ચુંટણી અધિકારી પાસે રેકર્ડ હોય છે અને અરજદારને પણ અગાઉ બે કે ત્રણ વખત જણાવ્યું હોવાનું કહી રહ્યા છે