ભાજપ અને સાથી પક્ષો ૪ હજાર કરોડના બજેટથી અને અમે લોકોની લાગણીની તાકાતથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છીએ
લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ જાણે કે આખુ આભ સર કરવા નિકળી પડવાના હોય તેમ દેશના તમામ ચાર્ટર પ્લેન આગામી લોકસભાની ચૂંટણી માટે બુક કરવામાં ભાજપ અને કોંગ્રેસ ઘોડા લગોલગ દોડી રહ્યા છે. તેમ છતા કોંગ્રેસે ચૂંટણી પહેલા જ આ મુદે ભાજપ ઉપર વાર કરતા આક્ષેપ કર્યો છેકે દેશના તમામ ચાર્ટર પ્લેન ભાજપે બુક કરાવી લીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદશર્માએ જણાવ્યું હતુ કે ભાજપે તમામ ચાર્ટરપ્લેન ચૂંટણી માટે બુક કરી લીધા છે. તેમણે જણાવ્યુંહતુ કે અત્યારે ભાજપ અને સાથી પક્ષોમાં ચૂંટણી માટે ઉડાઉડ કરવાની હોડ જાગી છે. લોકસભાની ચૂંટણીઓના પ્રચાર માટે અમને વિમાનો ભાડે મેળવવા માટે અમને વિમાનો ભાડે મેળવવા માટે ખુબજ સંઘર્ષની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
શ્રી શર્માએ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ પ્રચાર પ્રસાર અને જાહેરાત પાછળ ૪ હજાર કરોડ રૂપીયાનો ખર્ચ અને મલ્ટીનેશનલ કંપનીઓ એમેઝોન અને યુનિલિવર કંપનીઓને બુક કરી રહી છે.તેમણે જણાવ્યું હતુ કે આ ખર્ચામાં સરકારી જાહેરાતો નો સમાવેશ પણ છે તેમ છતા અમે તેમને (ભાજપને) પ્રજાના પ્રેમ અને દસમર્થનથી ટકકર આપી રહ્યા છીએ સુત્રોના જણાવ્યા મુજબ વરિષ્ઠ અને જુના ગણાતા પક્ષ દ્વારા ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડીયેથી ચૂંટણી પ્રચારના આગમનની તૈયારી કરી રહ્યું છે.