ફિલ્મમાં દરેક દ્રશ્યો જીવંત બનાવવા આર્ટ ડિરેકટરની ભુમિકા મહત્વની હોવાનો શિવાંગી પંડયાનો મત: હાલ બહેન ઉર્જા સાથે પોતાના ડિઝાઇન સ્ટુડીયોમાં કામ કરી રહ્યા છે: શિવાંગી પંડયા બન્યા ‘અબતક’ ના મહેમાન
રાજકોટના અત્યંત લબ્ધ પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતાં ગુજરાત ફિલ્મ ‘બાપ રે બાપ’ના આર્ટ ડીરેકટર શિવાંગી પંડયાએ નેશનલ સ્કુલ ઓફ ઇન્ટીરીયર બેચલરની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમના પિતા જતીનભાઇ પંડયા, કોર્પોરેશનમાં અધિકારી છે. માતા પ્રતિભાબેન પંડયા શિક્ષણ ક્ષેત્રે તેમજ કલા પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.
તાજેતરમાં અત્યંત સફળ થયેલ ગુજરાતી ફિલ્મ ‘બાપ રે બાપ’ માં આર્ટ ડીરેકટર તરીકે સફળતાપૂર્વક કાર્યભાર સંભાળનાર શિવાંગી પંડયાએ અબતકની શુભેચ્છા મુલાકાત વખતે કેટલીક રસપ્રદ વિગતો આપતા જણાવ્યું હતું કે, આર્ટ અને ડીઝાઇન તેમના રસનો વિષય છે તેની નેશનલ સ્કુલ ઓફ ઇન્ટીરીયર બેચરલ ડીગી પ્રાપ્ત કર્યા બાદ, રાજકોટમાં મારો ડીઝાઇન સ્ટુડીયો પણ છે. અને કાંઇક અલગ અને રચનાત્મક કરવાની ભાવનાના છે. ફિલ્મ બાપ રે બાપ ના ડાયરેકટર અને પ્રોડયુસરે તેમને સંપર્ક કરી આ ફિલ્મમાં આર્ટ ડાયરેકટર તરીકે કાર્યભાર સંભાળવાની પસંદગી કરી અને આ કાર્યભાર સંભાળવાની મેં પુરેપુરી તૈયારી દર્શાવી હતી.
બાપ રે બાપ ફિલ્મમાં કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? તેનો રસપ્રદ પ્રત્યુતર આપતા જણા્યું હતું કે એકદમ ફેન્ટાસ્ટીક… ફિલ્મમાં સ્કીપ્ટ મુજબ આવતા દ્રશ્યો, જીવંત બનાવવામાં આર્ટ ડીરેકટરની ભુમિકા પણ ચેલેન્જ ભરેલી હોય છ. નાની અને સુક્ષ્મ વાતોની આર્ટની ભાષામાં પ્રત્યુતર આપવાનો હોય છે જેમાં હું સફળ રહી છું.
વધુમાં જણાવ્યું કે, આપણી પાસે સાહિત્યીક કથા વાર્તાઓનો અદભુત ભંડાર છે. સારા કલાકારો અને દિગ્દર્શકોની પ્રતિભા ઉભરી રહી છે. ફિલ્મોની કથા-પટકથા જો મજબુત બનાવવા તરફ ઘ્યાન આપવું જરુરી છે. ફિલ્મ ગીત સંગીતનો પણ એક મોટો વર્ગ છે. બાકી ગુજરાતી ફિલ્મનું ભાવી ઉજજવળ છે.
મારી બહેન ઉર્જા પંડયા પણ ઇન્ટીરીયર ડીઝાઇનર છે. અમારો સ્ટુડીયો પણ છે. જો સારી ફિલ્મો મળશે તો અમે સંયુકત રીતે કાર્યભાર સંભાળીશું, અમે હાલ રેસીડેન્સીયલ, હોટલ, ફર્મ વિગેરે કોમર્શીયલ જગ્યાઓ ઉપર ડીઝાઇનો કરીએ છીએ. ઓફ કોર્સ કલાકાર સંગીત ગાયકોની જેમ જ ફિલ્મોમાં પણ આર્ટ ડીરેકટરનું યોગદાન સમાયેલ જ છે. મોગલ-એ-આઝમ તથા શોલે તથા ગાંધી જેવી અનેક ફિલ્મો જીવંત નમુનો છે.