સામાકાંઠે પણ ૫૦ મિલકતોને જપ્તી વોરંટની બજવણી
કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૯માં રૈયા ચોક પાસે આવેલા અંબિકા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ૧૦૦ મિલકતોને ટાંચ-જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં પણ ૫૦ મિલકતોને જપ્તી નોટીસની બજવણી કરાઈ છે.
વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૯માં રૈયા રોડ પર આવેલા રૈયા ચોકમાં અંબિકા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોરની ૧૦૦ દુકાનોને બીપીએમસી એકટની કલમ ૪૫/૧ હેઠળ મિલકત ટાંચ-જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આ કોમ્પલેક્ષમાં રાધે-શ્યામ શરાફી મંડળી, આશાપુરા બ્રોકર, પ્રિન્સ માધવ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ, પાર્થ સેલ્સ, કિંગ ઈન્ટરનેશનલ, આશાપુરા એન્ટરપ્રાઈઝ, ભાગ્યનિધી ક્ધટ્રકશન સહિતની પેઢીઓ આવેલી છે. આ ઉપરાંત આજે વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં રીકવરી દરમિયાન ૧૯ લાખની આવક થવા પામી છે.
ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૪માં ૩, વોર્ડ નં.૫માં ૩, વોર્ડ નં.૬માં ૧, વોર્ડ નં.૧૫માં ૬, વોર્ડ નં.૧૬માં ૧૨, વોર્ડ નં.૧૮માં ૨૫ મિલકતોને બજવણી કરાઈ છે.