જયોતી સીએનસીમાં સર્વે કામગીરી થતાં કરચોરોમાં ફફડાટ
રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ગઈકાલે શાપર-વેરાવળના ઔદ્યોગિક એકમોમાં સર્વે હાથ ધરાયો હતો જે સતત બીજા દિવસે ચાલુ રહેતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે હોય અને લક્ષ્યાંક પુરો કરવા આઈટી વિભાગે ઔદ્યોગિક એકમોમાં સર્ચ-સર્વે ઓપરેશન હાથ ધર્યું છે.
ગઈકાલે શાપર-વેરાવળમાં આઈટી વિભાગે દરોડો પાડતા અનેક બેનામી વ્યવહારો તથા સાહિત્ય કબ્જે કર્યું હતું. મળતી વિગતો મુજબ આઈટી વિભાગે સતત બીજા દિવસે જયોતી સીએનસીમાં સર્વે શરૂ કર્યો છે અને અનેક દસ્તાવેજો કબ્જે કર્યાની આશંકા છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે શરૂ થયેલો સર્વે આખી રાત ચાલુ રહ્યો હતો જેથી અનેક કરચોરોમાં ફફડાટ મળી જવા પામ્યો છે. આજે જયોતી સીએનસીમાં દરોડો પાડી સર્વેની કામગીરી હાથ ધરાતા કરચોરોમાં ભીતી ફેલાઈ છે.