ઘાસચારા કોૈભાંડમાં કોર્ટની ફટકાર બાદ લાલુ ને વધુ એક ‘પ્રસાદ’
ઇન્કમટેક્સે મંગળવારે સવારે લાલુ પ્રસાદ યાદવના ૨૨ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા બેનામી સંપત્તિ મામલે છે. મળતી માહિતી મુજબ ઇન્કમટેક્સ વિભાગે સવારે ૮.૩૦ વાગે દરોડા પાડ્યા છે. લાલુ યાદવ સિવાય સાંસદ પ્રેમચંદ ગુપ્તાના પુત્રના ઘરે પણ દરોડા પાડ્યા છે. ઇન્કમટેકસે દિલ્હી, ગુડગાંવ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. આ દરોડા ૧૦૦૦ કરોડની સંપત્તિ મામલે દરોડા પાડ્યા છે.
સુશીલ મોદીએ કહ્યું કે મેં પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મામલો સાર્વજનિક કર્યો હતો. મેં કોઇ દસ્તાવેજ સોપ્યા ની. તેમાં પ્રેમચંદ ગુપ્તા, લાલુ સહિત અડધા ડઝન નેતાઓના નામ શામેલ હતા. મેં અપીલ કરી હતી, ત્યાર બાદ આ છાપા મારવામાં આવ્યા છે. સુશીલ મોદીએ કહ્યું છે કે મને આશા છે કે નીતીશ કુમાર એમ ન કહે કે આ દરોડા મેં કોઇ બદલાની ભાવનાી કર્યા છે. સુશીલ મોદીએ કહ્યું છે મને ખબર ની કે ઇન્કમટેક્સ કયા આધાર પર આ દરોડા પાડી રહી છે.