વડાપ્રધાન મોદીએ મંગળવારે વારાણસીમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે, “કાશી અને પ્રવાસીઓમાં એક સમાનતા છે. કાશી ભારતનાં સાંસ્કૃતિક અને દાર્શનિક જ્ઞાનને દુનિયાને પરિચીત કરાવે છે. પ્રવાસીઓ પણ દુનિયાને ભારતની ઉષ્મા સાથે પરિચીત કરાવે છે.
“મોદીએ કહ્યું કે, તમે(પ્રવાસી)ઓ જે દેશમાં પણ રહો છે. ત્યાં સમાજને આપણાપણું જ આપ્યું છે. તમે વસુધૈવ કુટુંમ્બકમ, પારિવારીક મૂલ્યોમાં પણ વધારો કર્યો છે. જ્યાં આપ તમામ વસવાટ કરો છો, ત્યા તમે નેતૃત્વનાં રૂપમાં દેખાશો.
PM Modi at Pravasi Bharatiya Diwas, Varanasi: Our Embassies&Consulates across the world are being connected with Passport Sewa Project. It will prepare a centralized system for passport related services for all. Now taking a step forward,work is on to issue chip-based e-passports pic.twitter.com/dZlNbfA3T9
— ANI UP (@ANINewsUP) January 22, 2019
મોદીએ સંબોધનમાં કહ્યું કે, “પહેલા લોકો કહેતા હતા કે બારત બદલાઈ શકશે નહિ, અમે આ વિચારોને બદલી નાંખ્યા છે. દુનિયા આજે અમારા સૂચનોને ગંભીરતા સાથે સાંભળી અને સમજી રહી છે. પર્યાવરણની સુરક્ષા અને વિશ્વની પ્રગતિમાં દુનિયા ભારતનું યોગદાન સ્વીકારી રહી છે. ઈન્ટરનેશલ સોલર એલાયંસનાં માધ્યમથી દુનિયાને અમે વન સન, વન ગ્રીડની તરફ લઈ જવા ઈચ્છીએ છીએ. અમે રિફોર્મ, પરર્ફોમ, ટ્રાંસર્ફોમ અને સૌનો સાથ-સૌનો વિકાસનાં સૂત્ર સાથે આગળ વધી રહ્યાં છીએ.”