હાઇટેડીક સીસ્ટ ગાંઠ કાઢવા માટે સહયોગ હોસ્૫િટલમાં સારવાર
રાજકોટના સહયોગ હોસ્પિટલ ખાતે એક ૧૮ વર્ષની યુવતિ જે મુળ મોરબી જીલ્લાની વતની છે. તેનું ઓપરેશન કરતાં ૧૫૦ થીપણ વધુ ગાંઠ નીકળી છે. આ ગાંઠનું નામ હાઇડેટીડ સીસ્ટ છે જે પ્રાણીઓ સાથે રહેવાથી થાય છે. આ યુવતિની વય માત્ર ૧૮ વર્ષ છે. આ કેશ સહયોગ હોસ્૫િટલમાં તારીખ ૧૫-૫-૨૦૧૭ ના રોજ આવ્યો હતો. ત્યારબાદ આ બાબતે ડોકટરો દ્વારા તપાસ કરાતા ખબર પડી હતી કે આ યુવતિના શરીરમાં હાઇડેટીડ સીસ્ટ નામની ગાંઠો રહેલી છે જેના કારણે યુવતિના પેટમાં દુખાવો તથા અન્ય સમસ્યાઓ થઇ રહી હતી. ત્યારબાદ આજે સવારે ઓપરેશન દ્વારા આ ગાંઠોને કાઢવાનું નકકી કરાયું હતું. આજે સવારે ૭ વાગ્યે આ ગાંઠનું ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જે બપોરે ૩કલાકે પુર્ણ થશે એવું જણાવામાં આવ્યું હતું.
આ બાબતે સહયોગ હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર દિલીપ પટેલે જણાવ્યું હતું કે આ કેશ તારીખ ૧૫-૭-૨૦૧૭ ના રોજ અમારી હોસ્૫િટલમાં આવ્યો હતો ત્યારે તપાસ દરમિયાન ખબર પડી કે હાઇડેટીડ સીસ્ટ નામની ગાંઠ આ યુવતિના શરીરમાં રહેલી છે. આજે સવારે ૭ વાગ્યાથી ઓપરેશન દ્વારા ગાંઠ કાઢવાની શરુઆત મારી આગેવાનીમાં શરુઆત કરાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં હાલ ૧૫૦ થી પણ વધુ ગાંઠો નીકળી છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આ ગાંઠ થવાનું કારણ પ્રાણીઓ સાથે વધુ રહેવું તથા છાણનો સ્પર્શ અવાર નવાર થવાથી આ ગાંઠો થાય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો આ ગાંઠ વધુ સમય
સુધી શરીરમાં રહે તો અનેક બીમારીઓ થવાની શકયતા રહે છે. તેમણે કહ્યું હતું કે આ બાબતે હાથ અવાર નવાર ઘોવા જોઇઅ જેથી આવી ગાંઠો ન થાય.