ભાજપના ભાનુ મેતા ૬ મતે હાર્યા
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં વિજયભાઈ કોરાટને જીત મળી છે. જયારે ભાજપના પીઢ નેતા ભાનુમેતાનો ૬ મતે પરાજય થતા રાજકીય આલમમાં વિટંબણાઓ જાગી છે.
રાજકોટ જિલ્લા સહકારી સંઘના ૧૭ ડાયરેકટરોની ચૂંટણીમાં ૧૬ બેઠક બિન હરીફ થઈ હતી. જયારે એક બેઠકની ચૂંટણીમાં વિજય કોરાટનો વિજય બન્યા છે.
ચૂંટણી માટે મતદાન દક્ષિણ મામલતદાર કચેરી ખાતે થયું હતુ. જયાં ૧૨૭ માંથી ૧૨૨ મતદારોએ મતદાન કર્યું હતુ આ બેઠક માટે ભાજપના પીઢ નેતા ભાનુભાઈ મેતા અને મોટામવાના સરપંચ વિજયભાઈ કોરાટ વચ્ચે જંગ ખેલાયો હતો. અંતે પરિણામમાં આ બેઠક પર સતત છ ટર્મથી ચૂંટાઈ આવતા ભાનુમેતા હાર્યા હતા.
ચૂંટણી દરમ્યાન ભાનુભાઈ મેતાને ૫૮ જયારે વિજયભાઈને ૬૪ મત મળ્યા હતા આમ, માત્ર ૬ મતે વિજયભાઈ કોરાટનો વિજય થતા રાજકીય આલમમાં ચૂંટણીનો મુદો ચર્ચાનો વિષય બન્યો છે.