તાત્કાલિક શૌચાલયને કેન્ટિંગ કાર્યરત કરવા પ્રવાસીઓની માગ
ધોરાજીનાં પાટણવાવમાં આવેલ ઓસમ પર્વતને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરેલ છે પણ સુવિધાને નામે ઝીરો શૌચાલય અને કેન્ટીંગ પર અલીગઢનાં તાળાં લાગેલા છે.
ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામ આવેલ છે જયાં ઓસમ પર્વત આવેલ છે જેમાં ટપકેશ્રવર મહાદેવ તથા ભીમની થાળી તથા ખોડીયાર માતાજીનું મંદિર માતરીમાતાનું મંદિર જેવાં અનેક ધાર્મિક સ્થળો આવેલ છે આ પ્રવાસન સ્થળ તરીકે પાટણવાવને રાજ્ય સરકારે જાહેર કરેલ છે ભારતભરમાંથી પ્રવાસીઓ અહીં પાટણવાવ મુકામે દર વર્ષે લાખોની સંખ્યામાં અહીં આવે છે પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવાં મળે છે લાખો રૂપિયા રૂપિયાનાં ખર્ચે શૌચાલય અને કેન્ટીંગ ઓસમ પર્વત પટાગણમાં છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યાં છે.
પણ હાલ શૌચાલય અને કેન્ટીંગમાં અલીગઢનાં તાળાં જોવાં મળે છે તંત્રને પાટણવાવનાં આગેવાનો ઓએ ઘણી વાર રજુઆત કરી છતાં તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં તંત્ર જોવાં મળે છે પાટણવાવ ના સ્થાનિકો તથા પાટણવાવ મુકામે આવતાં પ્રવાસીઓ દ્વારા માંગ કરી રહ્યા છે કે શૌચાલય અને કેન્ટીંગમાં અલીગઢનાં તાળાં તોડીને તાત્કાલિક શૌચાલય અને કેન્ટીંગ કાર્યરત કરવામાં આવે સમગ્ર દેશમાં શૌચાલયોના નિર્માણનું અભિયાન ચાલી રહ્યું છે.
એક પણ ઘર શૌચાલય વિનાનું ન રહે તે માટે ઘરેઘર શૌચાલય યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ મોટા ઉપાડે હાથ ધરાઇ છે પણ નરવી હકીકત અલગ જ હોય છે પાટણવાવ ગામમાં આવેલ ઓસમ પર્વતના પટાગણ જ જાહેર શૌચાલય પર જ્યારથી બાંધકામ થયું ત્યારેથી અલીગઢનાં તાળાં જોવાં મળ્યા છે પાટણવાવ ગામે પ્રવાસીઓને જાહેર શૌચાલય બંધ હોવાથી ભારે તકલીફ પડી રહી છે બહાર ગામથી મહીલાઓ કે બહેનો શૌચાલય બંધ હોવાથી ક્યારેક શરમજનક પરીસ્થિતિમાં મુકાઈ જાય છે અને શૌચાલય બંધ હોવાથી પોતાને અસુરક્ષિતનો અહેસાસ થાય છે.