પ્રથમ હપ્તો ‚રૂ .૧૦૦૦ કરોડનો હતો પણ વિકાસ કામો અટકે નહીં માટે ‚રૂ.૨ હજાર કરોડની ગ્રાન્ટ ફાળવાય: ભંડેરી

ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલિકાઓ ત્રણ સત્તા મંડળ અને ૧૭ નગરપાલિકાઓને વિકાસ કામો માટે ‚ા.૨૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

IMG 20170516 WA0006મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને વિકાસ કામો માટે પ્રથમ હપ્તા પેટે ‚ા.૧૦૦૦ કરોડ ફાળવવાના હતા. જેના બદલે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મંત્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કામો નાણાની સંકડામણના કારણે ન અટકે તે માટે ૨૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આઠ મહાપાલિકાને હાથોહાથ ગ્રાન્ટ અપાય છે.

મહાનગરપાલિકાઓમાં અમદાવાદને ‚ા.૨૩૩૭૭ લાખ, સુરતને ‚ા.૧૮૮૬૩ લાખ, વડોદરાને ‚ા.૭૩૫૫ લાખ, રાજકોટને ‚ા.૫૬૩૧ લાખ, ભાવનગરને ‚ા.૨૮૮૧ લાખ, જામનગરને ‚ા.૨૩૮૧ લાખ, જુનાગઢને ‚ા.૧૫૫૩ લાખ, ગાંધીનગરને ‚ા.૧૦૫૩ લાખ જયારે સત્તા મંડળમાં અમદાવાદને ‚ા.૪૦૦ લાખ, ગાંધીનગરને ‚ા.૧૫૦ લાખ, જામનગરને ‚ા.૭૫ લાખ અને નગરપાલિકામાં ગોંડલને ‚ા.૧૨૫ લાખ, પાલનપુરને ‚ા.૧૨૫ લાખ, ભુજને ‚ા.૧૨૫ લાખ, વલસાડને ‚ા.૧૨૫ લાખ, નડીયાદને ‚ા.૧૨૫ લાખ, ડીસાને ‚ા.૧૨૫ લાખ, ધોળકાને ‚ા.૮૫ લાખ, અકલેશ્ર્વરને ‚ા.૭૫ લાખ, કડીને ‚ા.૭૫ લાખ, ઈડરને ‚ા.૫૬ લાખ, કાલાવડને ‚ા.૫૬ લાખ, કપડવંજને ‚ા.૫૬ લાખ, રાજપીપળાને ‚ા.૫૬ લાખ, સાવલીને ‚ા.૨૫ લાખ, માંડવી (સુરત)ને ‚ા.૨૫ લાખ, વલ્લભ વિદ્યાનગરને ‚ા.૨૫ લાખ અને બરવાળાને ‚ા.૨૫ લાખ ફાળવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.