સેલવાસના સાયલી ખાતે આવેલી પીટીએસ ગ્રાઉન્ડ ખાતે મેડિકલ કોલેજના ખાતમુહૂર્ત તથા વિવિધ વિકાસના કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેજ પર આવતાં જ સભામાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યાં હતાં.
PM Modi in Silvassa: This ‘ganthbandhan’ is not against Modi but against the people of India. Currently, they are not even properly together and already that have started bargaining for their share. pic.twitter.com/UbpNULGgHA
— ANI (@ANI) January 19, 2019
સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા વડાપ્રધાનને પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખે પણ સ્વાગત કરતાં અનેક અટકળો વહેતી થઈ હતી. વડાપ્રધાને મહાગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસને ગાળો દેનારા હવે પોતાની જાતને બચાવવા એક થયા છે. જે મારા વિરુધ્ધ નહીં દેશ વિરુધ્ધ ગઠબંધન કરી રહ્યાં છે.
PM Modi in Silvassa: My actions against corruption have infuriated some people. It’s but natural for them to get angry as I’ve prevented them from looting public money. Consequently, they have now formed an alliance called Mahagathbandhan pic.twitter.com/3WPyJtKRx5
— ANI (@ANI) January 19, 2019
વડાપ્રધાને વિકાસની વાત કરતાં કહ્યું કે, અગાઉ પાંચ વર્ષમાં 25 લાખ મકાનો બનતાં અમે સવા કરોડ બનાવ્યાં છે. આ સાથે જ મહાગઠબંધન પર પ્રહાર કરતાં કહ્યું કે, આ લોકો પોતાની ચામડી બચાવવા એકઠા થયા છે. હજુ તો પુરા એકઠા પણ નથી થયાં તડજોડ કરી રહ્યાં છે. પોતાની સલતનત બચાવવા ગમે તેટલા હવાંતિયા મારે પણ તેના કુકર્મો તેમને નહીં છોડે. કોલકત્તામાં ભાજપના એક ધારાસભ્યએ સરકાર હલાવી નાખી અને બચાવો બચાવોની બુમો સંભળાઈ રહી છે. અમે ખોટા કામો કરનારાની ઊંઘ હરામ કરી નાખી છે. અમે દેશા લોકો માટે એકઠા થઈએ છીએ પણ મારી વિરુધ્ધ આખી જમાત કોલક્તામાં એકઠી થઈ છે. આ લડાઈ જનતા અને ગઠબંધન વચ્ચેની હશે.