ભારતમાં જ તૈયાર થયેલી ટ્રેન ૧૮માં રોકાણ કરવા પેરુ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા સહિતના દેશોએ તૈયારી બતાવી
ભારતીય રેલવે હવે અતિ આધુનિક થઇ રહી છે છેલ્લા કેટલાંક સમયથી ટ્રાયલ બેઝ પર ચાલી રહેલી ટ્રેન-૧૮ હવે રેગ્યુલર થવા જઇ રહી છે. ત્યારે ૧૪ લાખ કરોડ રૂપીયાના રોકાણ કરી રેલવે દ્વારા ટ્રેન ૧૮ને વિશ્વના પાટા ઉપર દોડાવાશે રેલવે ઉત્પાદન બાદ કોચ અને રોલીંગ સ્ટોક માટે ૧૪ લાખ કરોડલ રૂપીયાનું વૈશ્વીક બજારમાં રોકાણ સાથે પ્રવેશ નીયોજના બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સરકારે દિલ્હી અને વારાણસી વચ્ચે પોતાના શરુઆતના વ્યવસાયિક સંચાલન માટે હજુ સુધી કોઇ રસ્તો નથી આવ્યો જે યોજનાઓ પર તેમની નજર છે તેમાંથી એક સિંગાપુર, કુઆલાલપુર હાઇસ્પીડ રેલ પરિયોજના છે જે વર્તમાનમાં ઠપ્પ થઇ ગઇ છે.
આ અંગે રેલવે બોર્ડ રોલીંગ સ્ટોડના સભ્ય રાજેશ અગ્રવાલે કહ્યું કે, મઘ્યપૂર્વ ઉત્તર અને દક્ષિણ અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ યુરોપના દેશોએ ટ્રેનમાં રુચી બતાવી છે.આ સાથે પેરુ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને મઘ્યપૂર્વના કેટલાક દેશોને રેલવેની અતિ આધુનિક ટ્રેન-૧૮ માં રોકાણની રૂચી વ્યકત કરી છે.
મહત્વનું છે કે ટ્રેન-૧૮ જે તેના ટ્રાયલ રન દરમિયાન ૧૮૦ કી.મી. પ્રતિ કલાકની અધિકતમ ગતિએ ચાલી રહી છે. વારાણસીથી દિલ્હી સુધી ની તેની પહેલી યાત્રા હશે.
આ અંગે વધુ જણાવતા રેલવે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલે કહ્યું, ઘણા દેશોએ ટ્રેન સેટમાં રુચી વ્યકત કરી છે. અને અમને ખુશીની સાથે ગર્વ છે. સ્વદેશી રુપે બનાવવામાં આવેલી આ ટ્રેન રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. દુનિયાભરમાં રોલીંગ સ્ટોક બજારની કિંમત લગભગ ૧૪ લાખ કરોડ રૂપીયા છે અને અમે તેનો એક મહત્વપૂર્ણ હિસ્સો છીએ.
ઉલ્લેખનીય છે કે ટ્રેનના સેટ પર દુનિયાભરમાં ટ્રેનની લાગત ૧૮ કરોડ રૂપીયા છે જયારે ઇટીગ્રલ કોચ ફેકટી, ચેન્નઇ દ્વારા તૈયાર થયેલી ભારતીય બનાવટની આ ટ્રેનની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપીયા છે. મહત્વનું છે કે ભારત જે સેમી હાઇસ્પીડ કલબમાં નવીનતમ પ્રવેશ કરી ચુકયું છે. આવનાર ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય હાઇસ્પીડ રેલ એસોસિએશન સંમેલનની પણ મેજબાની કરશે. જયાં રેલવે દ્વારા ટ્રેન-૧૮ ને પણ રજુ કરવામાં આવશે.
મહત્વનું છે કે કોચનું ઉત્પાદન ચાલુ વર્ષ દરમિયાન ૨૦૧૪-૧૫ માં લગભગ ૬૮૫ કોચથી વધી ૪,૦૧૬ કોચ સુધી પહોચ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮ સુધીના વાસ્તવિક ઉત્પાદનમાં ત્રણ મહીના માટે ૩,૧૦૬ કોચ સુધી પહોંચી ગયું છે. પાછલા બે વર્ષમાં પહેલા ૧૭ વર્ષોના ઉત્પાદનને પાર કરી લેવાયું છે જે અભૂતપૂર્વ બાબત છે.
ભારતીય બનાવટની ટ્રેન-૧૮ માં ૧૬ ડબ્બા સાથે ટ્રેનમાં એ જ યાત્રી ક્ષમતા હશે જે શતાબ્દી એકસપ્રેસમાં છે. હાઇટ્રેડ, ઉર્જા કુશલ, એન્જીનલેશ, ટ્રેનને રેલવે બોર્ડના અઘ્યક્ષ અશ્વની લોહાણીએ ર૯ ઓકટોબરે લીલી ઝંડી આપી હતી. ફૂલી એયરક્ધડીશન્ડ સેની હાઇસ્પીડ ટ્રેન ટ્રેનોની શતાબ્દી લાઇન ની તુલનામાં આ યાત્રાનો સમયમાં ૧પ ટકા બચી થશે. આમ હવે રેલવે પણ રોકાણ માટે સજજ થઇ ગયું છે અને આ ટ્રેન-૧૮ દ્વારા તે વૈશ્વીક ફલક પર પોતાનું નામ રોશન કરી રહ્યું છે.