ગુજરાતી માધ્યમના વાલીઓ દ્વારા વનનેશન વન એક્ઝામ વનમેરીટની જાહેરાત સામે ઉઠાવાયા પ્રશ્ર્નો
મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અલગ અલગ પ્રશ્નપત્રો આપવાના કારણે વિર્દ્યાી-વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતી માધ્યમના ૩૦૦ી વધુ વાલીઓએ ગાંધીનગર જઇને શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. વાલીઓએ શિક્ષણવિભાગમાં એક આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં એવી ચીમકી આપવામાં આવી હતી કે, નીટની પરીક્ષામાં ઊભી યેલી વિસંગતતાના કારણે માનસિક દબાણમાં આવીને કોઇ વિર્દ્યાી આપઘાત જેવું અંતિમ પગલું ભરે તો તેની જવાબદારી સરકારની રહેશે.
મેડિકલ માટેની નીટ એકઝામ પહેલી વખત ફરજિયાત કરવામાં આવી અને તેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અલગ અલગ પ્રશ્નો પુછવામાં આવતાં ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને ભારે અન્યાય ાય તેવી સ્િિત ઊભી ઇ છે. આજે અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા, ભાવનગર, જામનગર વગેરે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતી માધ્યમના વાલીઓ પણ ગાંધીનગર રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા વાલીઓને સવારે રજૂઆત માટે જવા ન દેવાતા ોડા સમય માટે હોબાળો યો હતો. પરંતુ છેવટે વાલીઓના પ્રતિનિધિ તરીકે કેટલાક વાલીઓને મળવા જવા દેવાયા હતા. મુખ્યમંત્રી હાજર ન હોવાી વાલીઓએ શિક્ષણમંત્રીને મળીને કોઇપણ સંજોગોમાં નીટમાં ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને યેલા અન્યાય ચલાવી નહી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નીટ ના મુદ્દે વાલીઓ લીગલ સહિતના તમામ મોરચે લડવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે નીટ દાખલ કરતી વખતે વન નેશન વન એકઝામ અને વન મેરીટ એવી જાહેરાત કરવામાં આવી હતી. આમ છતાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પેપર અલગ અલગ કાઢવામાં આવ્યું અને ગુજરાતી માધ્યમનું પેપર અઘરું કાઢવામાં આવતાં ગુજરાતના હજારો વિર્દ્યાીઓને અન્યાય ાય તેવી સ્િિત ઊભી ઇ છે. નીટના અલગ અલગ પ્રશ્નપત્રને લઇને હાલ હજારો વિર્દ્યાીઓમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. આ પ્રકારની માનસિક્તામાં કોઇ વિર્દ્યાી આપઘાતનો પ્રયાસ કરે તો તેની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીની રહેશે. વાલીઓએ ધો.૧૨ની ટકાવારીને પણ મેરિટમાં ધ્યાને લેવા માગ કરી હતી.