સ્વાધીનતા સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગહેરાયેલા રહસ્ય પરથી ૬૭ વર્ષ બાદ પણ પડદો નથી ઉઠી શક્યો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪પના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં તેમના કથિત મોતની સચ્ચાઇ જાણવા માટે ત્રણ આયોગની રચના કરાઇ પણ આજ સુધી સચ્ચાઇ જાણી શકાઇ નથી.દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.
૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.
23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો. દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .
સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .
1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .
18 અગસ્ત, 1945ના દિન નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.