આજકાલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોને લઈને બહુજ કડક વલણ દાખવી રહી છે જેનો મુખ્ય હેતુ શહેરનો વધતો જતો ટ્રાફિક અને અકસ્માત છે, જેને નિયંત્રણમાં રાખવા માટે આ પ્રકારે ટ્રાફિક નિયમનના નિયમોને ફરજિયાદ અનુસરવાની સ્થિતિ સર્જાય છે. આ તો વાત થયી આહિના નિયમોની પરિસ્થિતિની પરંતુ આજે એવા કેટલાક નિયમોની વાત કરીશું જે દુનિયાના વિવિધ દેશોમાં લાગુ થયેલા છે જેને જાણીને કદાચ તમને આશ્ચર્ય પણ થાય…
ગાડીના રંગ અને વારને શું સંબંધ… પરંતુ કોલોરાડો એક એવો દેશ છે જ્યા એવો ટ્રાફિક નિયમ છે કે રવિવારના દિવસે કાળા રંગની ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે.
ગાડીમાં પાલતુ પ્રાણીને લઈ જવા એ તો સામાન્ય બાબત છે પરંતુ અમેરિકના અલાસ્કામાં જો તમે ગાડી ઉપર કૂતરાને બેસાડીને લઈ જાવ છો તે ગેરકાનૂની છે.
આપની ગાડીમાં તો કેટલોય એવો સામાન પડ્યો હોય છે જે ક્યારેય ઉપયોગી નથી હોતો, પરંતુ સર્બિયામાં જો લોકો તેની ગાડીમાં દોરડું રાખે છે તો તે ગુન્હો ગણાય છે.
એવું માનીએ કે સાડી પહેરીને વાહન ચલાવવું એ અનુકૂળ ન આવે પરંતુ કેલિફોર્નિયામાં તો એવો નિયમ જ છે કે સ્ત્રીઓ ગાઉન પહેરીને ડ્રાઇવિંગ ન કરી શકે.
ઓડ અને ઇવન વાડી ગાડીના નિયમને તો સમજ્યા પરંતુ મનીલા દેશમાં જે ગાડીનો નંબર 1 કે 2 થી પૂરો થાય છે તેને સોમવારે ન ચલાવવી એવી નિયમ છે.
લોંગ ડ્રાઈવ પર ગયા હોય અને સાથે કઈ ખાવા પીવાનુંના લઈ ગયા હોય તો કેટલું આજીબ લાગે, પરંતુ સાઇપ્રસ એવો દેશ છે જ્યાં ગાડીમાં કઈ પણ ખાવા પીવાની મનાઈ છે.
આ તે કેવો અજીબ નિયમ જ્યાં સ્પેનમાં જે લોકો ચશ્મા પહેરીને ગાડી ચલાવે છે તેને તેવા જ બીજા ચશ્મા ગાડીમાં પણ રાખવા ફજિયાત છે.
આતો થોડા અંશે આપના જેવો જ નિયમ છે જેમાં ડેન્માર્ક અને સ્વિડનમાં પણ દિવસના સમય દરમિયાન હેડ લાઇટ ચાલુ રાખવી ફરજિયાત છે.