એટર્ની જનરલ મુકુલ રોહતગીની દલીલથી વડી અદાલતના ન્યાયધીશો ત્રિપલ તલાકની સાથે બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની સુનાવણી કરશે
દેશની વડી અદાલતે તાજેતરમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલા જેવા મુદ્દાને અડવાનો નનૈયો ભણી દીધો હતો અને ત્રીપલ તલાક મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. અલબત, હવે પરિસ્થિતિ બદલાઇ છે. વડી અદાલતે યુ-ટર્ન લીધો છે અને બહુપત્નીત્વ તથા નિકાહ હલાલા માટે સુનાવણી હાથ ધરવાની તૈયારી બતાવી છે.
ચીફ જસ્ટીસ જે. એસ. ખેહર અને અન્ય પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે તાજેતરમાં માત્ર ત્રિપલ તલાકના મુદ્દે સુનાવણી હાથ ધરવાની તૈયારી બતાવી હતી. ત્યારે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ નિકાહ હલાલા અને બહુપત્નીત્વનો મુદ્દો પણ આ સુનાવણીમાં આવરી લેવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો. અલબત, વેકેશનના કારણે આ ત્રણેય મુદ્દાને એકસાથે ન્યાય નહી આપી શકાય તેવી લાગણીથી ત્રણેય મુદ્દાની એકસાથે સુનાવણી કરવા ન્યાયધીશો તૈયાર ન હતા. પરંતુ હવે ત્રીપલ તલાકની સુનાવણીના સહારે વડી અદાલતના ન્યાયધીશો અન્ય બે મુદ્દા બહુપત્નીત્વ તથા નિકાહ હલાલાને પણ હાથમાં લેવા તૈયાર થયા છે.
બીજી તરફ ત્રીપલ તલાકના ચુકાદાની અસ્મંજસમાં ફસાયેલી ન્યાયપ્રણાલી માટે ૧૦ વર્ષ પહેલા દિલ્હી હાઇકોર્ટે આપેલો ચુકાદો વ્હારે આવે તેવી શક્યતા છે. તે સમયે દિલ્હી હાઇકોર્ટે ત્રિપલ તલાકને કુર્રાન તેમજ ઇસ્લામને અનુકૂળ ગણાવ્યો ન હતો.
ટ્રિપલ તલાક મુદ્દે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ઈ હતી. જેમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સવાલ-જવાબ યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને પુછયું હતું કે, અમે ટ્રિપલ તલાકને હાલ નાબુદ કરી દઈએ તો તમે આગળ કઈ પ્રકારના પગલા લેવા માંગો છો. સરકાર વતી જવાબ આપતા એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, જો હાલ સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાક ખત્મ કરી નાખે તો આગળ અમે તેના ઉપાય માટે એક કાયદો ઘડીશું.
મુસ્લિમોના લગ્ન અને તલાક માટે કાયદો ઘડવાની તૈયારી સરકારની છે. સરકારની દલીલ બાદ સુપ્રીમ કોર્ટ નિકાહ હલાલા અને બહુ પત્નિત્વની સુનાવણી હા ધરવામાં તૈયાર ઈ છે. પરંતુ હાલ તો વડી અદાલત ટ્રિપલ તલાકના મુદ્દે જ વધુ ધ્યાન આપશે. ત્યારબાદ કોર્ટ અન્ય બે મુદ્દાને હામાં લેશે.
આ અગાઉ જયારે સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકની બાબતની સુનાવણી શ‚ ઈ હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, જો ટ્રિપલ તલાક મુસ્લિમોનો અધિકાર સાબીત શે તો તેમાં સુપ્રીમ કોર્ટ દખલ નહીં આપે. જો કે, આ સુનાવણી દરમિયાન બચાવપક્ષ અને વિરોધ પક્ષ દ્વારા સચોટ દલીલો કરવામાં આવી રહી છે. ત્યારે ટ્રિપલ તલાકના મુદ્દાનો શું ઉકેલ આવે છે તે હવે જોવાનું રહયું. આ અગાઉ સરકારે સુપ્રીમને જવાબ આપ્યો હતો કે, જો ટ્રિપલ તલાક એ ખાસ હિસ્સો હોય તો સાઉદી અરેબીયા, ઈરાક, પાકિસ્તાન અને લીબીયા જેવા દેશોમાં આ નિયમનો છેડ કેમ ઉડાવવામાં આવ્યો છે. વધુમાં એમ કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ ટ્રિપલ તલાક નાબુદ કરશે તો મુસ્લિમો માટે નવો કાયદો ઘડવામાં આવશે.