ગૌરવ થાય છે કે મારૂ વતન ગુજરાત ખૂબ ઝડપ થી આગળ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના વિઝને ગુજરાત રાજ્ય બખૂબી રીતે પરિપૂર્ણ કરી રહ્યું છે. ભારત ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ માટે ગુજરાતનો ફાળો અહમ રહેશે. ભારત FDI ક્ષેત્રે એશિયા માં પ્રભુત્વ ધરાવે છે જેનો શ્રેયનરેન્દ્ર મોદીના શિરે જાય છે.
590 ગામો માં એનર્જી આવતા ભારતના વિકાસને વેગ મળશે. સાથો સાથ જે રીતે તમામ યોજનાનું અમલીકરણ થય રહ્યું છે તેનાથી ગુજરાત અને ભારતને ઘણો ફાયદો થશે.આપણે જે ભરોસો રોકાણકારો પર રહ્યો છે તે સરાહનીય છે. અદાણી ગ્રુપ આવનારા દિવસો માં 55 હજાર crore ના પ્રોજેક્ટ ગુજરાત માં લાવી રહ્યા છે.
* આદિત્ય બિરલા ગ્રૂપ ગુજરાતમાં આગામી 3 વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં 15 હજાર કરોડનું રોકાણ કરશે
* એક મેટ્રિક ટન સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરશે તેમજ Li-ion બેટરીના પ્લાન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરશે
* ટોરેન્ટ ગ્રૂપ રિન્યૂએબલ એનર્જી અને ગેસ વિતરણમાં 30 હજાર કરોડ રોકશે
* અદાણી મુન્દ્રામાં 1 ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ અને લખપતમાં સિમેન્ટ પ્લાન્ટમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે, ફોટોવોલ્ટેક અને લીથેઅમ બેટેરી પ્લાન્ટનું વિસ્તરણ કરશે