પીપાવાવમાં ‘મુખ્યમંત્રીનું નિવેદન’સાચું ઠયું…..!
શરતભંગ થતી જમીનોને રિન્યુ કરી દેતા પીપાવાવ ધામના સરપંચ દ્વારા મહેસુલમંત્રીને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થોડા દિવસો પહેલા એક જાહેરસભામાં નિવેદન આપ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષ થી મહેસૂલ વિભાગ માં ભષ્ટ્રાચાર વધી ગયો છે આ વાત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ કથીવદર ખેરા ચાંચ સહિત ના ગામોમાં સાકાર થઈ છે.આ વિસ્તારમાં જીએચસીએલ કંપની વિકટર છેલ્લા ૪ દાયકાથી મીઠાં ઉત્પાદનનું કામ કરે છે.આ કંપનીની વિકટર શાખા હેઠળની તમામ જમીનોની લીઝ ૨૦૧૧માં પૂર્ણ થઈ ગઈ હતી ત્યાર બાદ આ કંપની દ્વારા તા. ૧૨/૦૨/૨૦૧૧ નાં રોજ અમરેલી જિલ્લા કલેકટર સાહેબ ને ૨૦ વર્ષ માટે ભાડાપટ્ટો લંબાવવા માટે અરજી કરી હતી.
પરંતું મહેસૂલ વિભાગ દ્વારા ૭ વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામા ના આવી હતી તેમજ આ કંપનીનો કબજો છોડાવવા માટે કોઈ દિવસ નોટિસ પણ નહોતી આપી હતી જ્યારે પીપાવાવ ધામના ગ્રામજનોએ કંપની વિરુદ્ધ અને ભૂમાફિયાઓ સામે ૭૬ દિવસ જનઆંદોલન કરતા અમરેલી જીલ્લા કલેકટર દ્વારા તા. ૨૪/૧૦/૨૦૧૮ નાં રોજ હુકમ નં ચિ/જમન-૩/વશી/૬૫૩૧/૧૮ દ્વારા જીએચસીએલ કંપનીને ૨૦ વર્ષ ને બદલે ૩૦ વર્ષ સુધી જમીનો નો ભાડાપટ્ટો લંબાવવામાં આવ્યો તેમજ અગાઉના હુક્મ માં ફાળવવામાં આવેલ જમીનો કરતા ૧૦૪ એકર વધુ જમીનો અરજી કર્યા કરતા વધુ સમય માટે ફાળવી દેતાં અહિંયા સૌથી મોટો ભષ્ટ્રાચાર મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો તેવું લાગી રહ્યું છે કારણકે ગ્રામજનો નો વિરોધ હોવા છતાં સરકાર દ્વારા ગ્રામજનોને માનવતાની દષ્ટિએ પણ એક પણ રજૂઆત સાંભળ્યા વગર જ આ કંપનીને ભેટ તરીકે ૧૦ વર્ષ વધુ જમીનો ભાડાપટ્ટે લંબાવવામાં આવતાં લોક ચર્ચા નો વિષય બન્યો છે કે આ જમીન ફાળવવામાં બહુ મોટો ભષ્ટ્રાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે.
આ બાબતે પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા દ્વારા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે આ લીઝ લંબાવવામાં ભષ્ટ્રાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે આ કંપની મોટા ભાગનું કામ મશીનો દ્વારા થતું હોવાનાં કારણે નહિવત્ મજૂરો આ કંપની માં કામ કરી રહ્યા છે તેમજ આ કંપની દ્વારા વગર મંજૂરીએ બિનકાયદેસર રીતે ઈછણ વિસ્તારમાં બોરવેલ બનાવામાં આવ્યા છે તેમજ અગાઉ પાળા મોટાં કરતા સમયે મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું આવી અનેક શરતો તથા કાયદાનું આ કંપની દ્વારા સરેઆમ હનન કરવામાં આવતું હોવા છતાં સરકારના મહેસુલ વિભાગના ભષ્ટ્ર અધિકારીઓ દ્વારા આ કંપનીને છાવરવામાં આવી રહી છે સરકાર દ્વારા આ કંપની સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે