આરોગ્ય મંત્રાલયે એન્ટીબાયોટીકસ, પેઈન કિલર્સ, ફંગલ અને બેકટેરિયલ ઈન્ફેકશન જેવી દવાઓનાં ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકયો
બિમાર વ્યકિત દવાઓ સાજા થવા માટે લે છે પરંતુ આજ દવાઓ જયારે આરોગ્યને નુકશાનકારક સાબિત થાય ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આવી જ ૮૦ થી વધુ ફિકસ્ડ ડોઝ દવાઓ પર પ્રતિબંધ મૂકયો છે. જેમાં એન્ટિબાયોટિકસ, પેઈનકિલર્સ, ફંગલ અને બેકટેરિયલ ઈન્ફેકશન હાઈપર ટેન્શન અને ચિંતાના ઉપચાર માટે વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ જેમાં જણાવાયું હતુ કે દવાઓ પર પ્રતિબંધ ૧૧ જાન્યુઆરીથી અમલમાં આવશે.
આ અગાઊ ગત સપ્ટેમ્બરમાં ૩૨૫ દવાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. અને હવે તેમાં વધારો કરી વધુ ૮૦ દવાઓ પર પ્રતિબંધ મૂકી કુલ પ્રતિબંધીત એફીસીની સંખ્યા ૪૦૫ થઈ ગઈ છે. જોકે આ દવાઓ સાથે જોડાયેલી અસરગ્રસ્ત ફાર્માકંપનીઓ હવે આપ્રતિબંધ સામે કાનૂની પડકાર મૂકે છે કે કેમ તે મહત્વનું છે.
ઉલ્લેખનીય છે કે નિયત ડોઝ બેજિકે તેથી વધુ દવાઓનાં મિશ્રણમાં લેવાતો એક ડોઝ છે. આ અંગે વધુ જણાવતા આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટ ૧૮૪૦ (૧૯૪૦ના ૨૩) હેઠળ આઠ નવી એફડીસી પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. જે આ દવાઓનાં ઉત્પાદન વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકયો છે.
આરોગ્ય મંત્રાલયના જાહેરનામા અનુસાર પ્રતિબંધીત કેટલીક દવાઓમાં સેફગ્લોબઓઝેડ, ટેકિસમઓઝડ જેવા એન્ટીબાયોટિકસનો સમાવેશ થાય છે. જેમાં બેકટીરીયલ અને ફંગલ ઈન્ફેકશન્સ જેવા કે ઓફર્લેંઝકિટ અને વાગોનોબેકટ, જયારે હાઈપરટેન્શન દવાઓ જેમાં ટેલીપ્રીલ એચ અને લોરામ એચ અને એન્ટિ એનેકસેટી દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેસ્ટા એટલે કે પેરાસિટામોલ અને આલ્પ્રેઝોલમના મિશ્રણ સાથે લેવાતી દવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મહત્વનું છે કે પ્રતિબંધીત દવાઓ પર ડ્રગ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા તપાસ કરાયા બાદ આરોગ્યની નુકશાન કરતી દવાઓ પર પ્રતિબંધ મૂકયો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં સુપ્રિમકોર્ટે ડ્રગ્સ અને ટેકનીકલ સલાહકાર બોર્ડને આ મામલે તપાસ કરવા અને આ દવાઓ પર રિપોર્ટ કેન્દ્ર સરકારને આપવા જણાવ્યું હતુઆ ટેકનીકલ એડવાઈઝરીબોર્ડ ૩૨૮ એફડીસી ને માનવામાં જોખમકારક જણાવી હતી. આમ સપ્ટેમ્બરમાં આરોગ્ય મંત્રાલય દ્વારા ૩૨૫ દવાઓ પર પ્રતિબંધ મૂકયો હતો. અને હવે તેમાં ૮૦ વધુ દવાઓનો વધારો કરી કુલ ૪૦૫ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.