“જયદેવની ઉમદા કામગીરીને કારણે ઉચ્ચ અધિકારીઓ તેને ઈનામો અને પ્રશંસાપત્રો તો આપતા જ પરંતુ તે ‘નજીકના’ કહેવાય તેવો કયારેય બની શકયો નહીં !

ઈગ્લીશ દારૂ-૧

તે સમયે પોલીસ ખાતામાં એવા પરિપત્રો અમલમાં હતા કે જો કોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ‚પીયા દસ હજારની કિમંતથી વધારે કિંમતનો ઈગ્લીશ દારૂ કે જુગારનો અખાડો (કલબ)ની રેઈડ કોઈ બહારની એજન્સીકે શાખા કરીને તે અંગે ગુન્હો દાખલ કરાવે તો જે તે પોલીસ સ્ટેશનના હવાલા વાળા ફોજદાર કે.પી.આઈને તે ગુન્હેગારો સાથે મેળાપીપણુ છે. તેમ માનીજ લેવાનું ભલે મેળાપીપણુ નહોય અને વિસ્તાર મર્યાદા, કાર્યભારણ કે ગુનેગારની હિંમતથી કે હદ વિસ્તારની અજ્ઞાતાથી પણ દારૂ ઉતાર્યો હોય તો પણ થાણાના હવાલા વાળા અધિકારીને જ જવાબદાર અને તેને મેળાપીપણુ ગણી લેવામાં આવતું. આવા કેસોને વળી પરિપત્રની ભાષામાંગુણવતા (કવોલીટી) કેસો કહેવાતા.

આ પરિપત્ર ને કારણે તે સમયે પોલીસ અધિકારીઓ પોતાની ખાસ ફરજો જે જનતાને અસર કરતી બાબતો જેવી કે ચોરી, લૂંટફાટ કે મારા મારીના ગુન્હાઓ ઉપર પુરતુ ધ્યાન આપવા ને બદલે સો કામ પડતા મૂકીને સતત માનસીક તનાવમાં રહી આવો દારૂ જુગારનો કવોલીટી કેસ બીજા કોઈ કરી ન જાય તેની શોધમાં જ રહેતા પછી ભલે જનતાનું જે થવાનું હોય તે થાય ! તેમ છતા પણ કેટલાક નિદોર્ષ પોલીસ અધિકારીઓના પોલીસ સ્ટેશન હદમાંથી આવા ગુણવત્તાવાળા કેસો બહારની શાખા કે એજન્સી પકડી પાડતા તેથી નિદોર્ષ અધિકારીઓ પણ ખુલાસા ખુલાસી અને ખાતાકીય તપાસોમાં સપડાઈ જતા.

પણ આ થાણા અમલદાર વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા કેવા કડક લેવા તેનોઆધાર જિલ્લા પોલીસ વડા ઉપર પણ રહેતો. જેથી સહજ છે કે થાણા અધિકારીઓ પોલીસ વડાની ગુડબુકમાં રહેવા પ્રયત્ન કરતા અને જે અધિકારી કાર્યદક્ષ ન હોય તો પછી ખોટી ખુશામત અને ચાપલૂસી કરીને ગુડબુકમાં રહેવાનું પોતાનું ગાડુ ગબડાવતા હોય છે.

ફોજદાર જયદેવ ખોટી ખુશામત અને ચાપલુસી એટલે સંપૂર્ણ બીન કાર્ય દક્ષતા નેલીધે શરણાગતી જ સમજતો જોકે ઉચ્ચ અધિકારીઓને પૂરતુ માન સન્માન આપવું અને શિસ્ત બદ્ધ વર્તવુ તે જુદી વાત છે અને ખુશામત ખોરી અને ચાપલુસી તો જુદી જ વાત છે.

આવી માન્યતાને કારણે જયદેવ તેની ફરજ દરમ્યાન બહુ જ ઓછા અધિકારીઓની ગુડબુકમાં રહયો. કેમકે પ્રશંસા પરમેશ્વરને પણ પ્યારી હોય ખીદમત ખુદાને પ્યારી હોય તો પોલીસ અધિકારીઓ પછી ભલે તે ગમે તે હોદાના હોય, ખુશામત અને ચાપલુસી તો મીઠી લાગે જ. જયદેવ ને તમામ અધિકારીઓ તેની કાર્યદક્ષતાને કારણે પ્રભાવિત થઈ ઈનામો અને પ્રશંસા પત્રો તો આપતા જ પણ પોલીસ ખાતાની ભાષામાં જે ને ‘નજીકનાં’ કહેવાય તેવો તે કયારેય બની શકયો નહિ.

આવા જોખમી સંજોગો ને કારણે જયદેવ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો દારૂ જુગાર અંગે ખાસ ધ્યાન અને વોચ રાખતો જ પણ આજુબાજુના પડોશી પોલીસ સ્ટેશન વિસ્તારનું પણ ધ્યાન રાખતો કેમકે સરહદ ઉપરના ગામડાઓની હદ કયાં પુરી થઈ ગુનેગારોને ખ્યાલ ન હોય અને લાઠી તાલુકાની હદમાં દારૂ ઉતારી દેતો જયદેવ ને તેના ઉપર જણાવેલ પ્રકારના સ્વભાવને કારણે સહન કરવાનું જ આવે આથી જયદેવે પોતાની કક્ષા અને લાયકાત મુજબ આવી બાતમી અને હકિકત મળે તેમાટે નેટવર્ક ગોઠવેલું જેમાંથી કાંઈક કાંઈક હકિકતતો મળતી જ !

પોલીસ ખાતામાં એક માન્યતા એવી છે કે પીવા રમવાવાળા પોલીસ કર્મચારીઓને જ દારૂ જુગારની બાતમી વધારે મળે. પરંતુ જયદેવની માન્યતા એવી હતી કે દારૂ પીવાવાળા દારૂની બાતમી આપે જ નહિ કેમકે તે તો પગ ઉપર કુહાડો મારવા જેવી બાબત હતી તેથી પીવાવાળા પાસે વધારે પડતી અપેક્ષા નકામી, જયદેવ એક ધાર્મિક સંસ્થાના વડાનાં સંપર્કમાં હતો.

આ ધાર્મિક વડાના એક નવા શિષ્યએ પોતાના અગાઉના કર્મોની કબુલાત આ વડા પાસે કરી લીધી. જેમાં તેણે કેવી રીતે કોની કોની સાથે મળી કયાંકયાં આ પ્રવૃત્તિઓ કરેલી તેની હકિકત પણ જણાવી દીધેલી. આ ધાર્મિક જગ્યા બે પોલીસ સ્ટેશનની હદો ભેગી થતી હતી ત્યાં ત્રીભેટે આવેલી હતી. જયદેવ તે બાજુથી પસાર થતા તે જગ્યાએ પણ જતો આથી ધાર્મિક વડાએ જયદેવને ખાનગી રાખવાની શરતે ઈગ્લીશ દારૂની મોટા પાયે થતી હેરાફેરીની વિગતવારની જાણ કરી દીધી.

બાતમી મુજબ દર અઠવાડીયે આ પડોશના પોલીસ સ્ટેશનની હદમાં ટ્રક લોડ ઈગ્લીશ દારૂ ઉતરતો. અને તેની વહેંચણી ફકત આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નહિ પણ પડોશી જિલ્લાઓના તાલુકા મથકોએ પણ જથ્થા બંધ રીતે થઈ જતી. જયદેવને થયું કે જો આવડો મોટો જથ્થો લાઠીની હદમાં ઉતરી જાય અને કોઈક રેડ કરે તો તે તુર્ત જ ફરજ મોકૂફ થાય આથી તેણે મળેલા નામ વાળી વ્યકિતઓની જેતે જગ્યા વિસ્તારમાં હીલચાલ ઉપર વોચ રાખવાની શરૂ કરી.

વોચમાં જાણવા મળ્યું કે આ ઈગ્લીશ દારૂનો જથ્થો પડોશના પોલીસ સ્ટેશનના પણ લાઠીની સરહદ ઉરના ગામની સીમમા જ ઉતરે છે. જયદેવને ચિંતાએ થઈ કે આતો ગુનેગારો છે. રાત્રીનાં સમયે કયારેક સીમ વિસ્તારમાં ભૂલ ખાઈ ને લાઠીની હદમાં દારૂ ઉતારી દેતો? એક વખત બાતમી મળી કે પડોશના પોલીસ સ્ટેશનનાં ગામની સીમમાં આવલે ડુંગરના ગાળામાં માલ ઉતર્યો છે. અને જયદેવ ને તેનો પત્તો પણ મળીગયો. પરંતુ હદવાળા થાણાના અધિકારીનો સંપર્ક કરતા એવી સ્થિતિમાં હતા કે તે જગ્યાએ પણ આવી શકે તેમ નહતા. સવાર સુધી રાહ જોવા જતા દરમ્યાન બીજી કોઈ એજન્સીને બાતમી મળે અને રેઈડ કરી દે તે ભયસ્થાનને ધ્યાનમાં લઈ પોતે જ રેઈડ કરી નાખવાનું નકકી કર્યું.

પણ પોતે પણ બહારની એજન્સી જ ગણાય તે ન્યાયે આ ફોજદાર જે આ પ્રવૃત્તિ સદંતર અજાણ હતા તેમની વિરૂધ્ધ પણ કાર્યવાહી થાય તો? તે શંકાથી જયદેવે નકકી કર્યું કે અડધો કિલોમીટર કાંઈ લાંબુ અંતર કહેવાય નહિ જેથી લાઠીના જે ગામનો સીમાડો આ જગ્યાને લાગુ પડતા હતો. તેની જગ્યા દર્શાવી પંચનામું કરી નાખવાનું નકકી કર્યું.

આ લાઠીનું ગામ પણ ભૂતકાળમાં આવી પ્રવૃત્તિ તથા ગુંડાગીર્દીમાં અવ્વલ નંબરે જ હતુ તેથી તે ગામની પડતર રાવળી જમીનમાં દારૂનો કેસ બનાવી દીધો અને તે ઈગ્લીશ દારૂની હેરાફેરીમાં જે ગુનેગાર સુત્રધારો હતા તેમના નામ શ્રી સરકાર તરફે આપેલી એફ.આઈ.આર. માં જણાવી દીધા. અતિ મોટી રકમનો ઈગ્લીશ દારૂ પકડાતા પોલીસ વડાએ જગ્યાની વિજીટ કરી જયદેવને શાબાશી પણ આપી, અને લાઠી પોલીસ સ્ટેશનમાં મુંબઈ પ્રોહીબીશન એકટ કલમ ૬૬ બી, ૮૧ વિગેરે મુજબ ગુન્હો દાખલ થયો અને જયદેવે તપાસ પણ ચાલુ કરી દીધી.

આ કેસ થતા બૂટલેગર ગુનેગારો છંછેડાયા વળી તેઓ વોન્ટેડ તો હતા જ. આથી આ બુટલેગરોએ મરણીયા થઈ ધંધો ચાલુ કર્યો તેમણે ઉદેપૂરથી બીજો ઈગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લાઠી પોલીસ સ્ટેશનની હદના ગામમાં જ ઉતાર્યો કે હવે માલ ભલે પકડાય તો જયદેવને પણ સહન કરવાનું થાય ! ચાવંડ ઓ.પો.ના જમાદાર વિરસીંગભાઈ ને આ માલ ઉતાર્યાની બાતમી મળી ગઈ અને તેમણે આ હકિકત જયદેવને કહી. જયદેવે તાબડતોબ બીજી મોટી સફળ રેઈડ કરી અને એક મોટા રાજકારણી અને માથાભારે હસ્તીના સગાને જ આ જથ્થા સાથે પકડીને જડબેસલાક કેસ કરી દીધો.

આથી લાઠી વિસ્તારતો ઠીક પણ અમરેલી જીલ્લો અને અન્ય જીલ્લાના પડોશી પોલીસ સ્ટેશન વિસ્તારના બુટલેગરોમાં સન્નાટો થઈ ગયો અને તેમને પણ પોતાના નામ ખૂલવાનો ડર લાગવા માંડયો. બુટલેગરોએ ઈગ્લીશ દારૂનો દુષ્કાળ પડયો જાહેર કરી રાતોરાત દારૂની બોટલના ભાવ ડબલ કરી દીધા ધંધા બંધ કર્યા નહિ!

અનુભવે એવું જણાયું છે કે લગભગ દરેક ગામોમાં એકાદ વ્યકિત એવી હોય છે કે જેઓ નનામા પોસ્ટ કાર્ડ કે આંતર દેશીય કવર દ્વારા જે તે ગામની ખરી ખોટી અને નાની મોટી બાબતો લખીને જેતે લાગુ પડતા પોલીસ સ્ટેશનને જાણ કરતા હોય છે. તે રીતે એક કવર ગારીયાધારના મોટા ચારોડીયા ગામેથી લાઠી ફોજદાર ઉપર આવ્યું.

જેમાં તે ગામનો એક વંઠેલ વ્યકિત પણ ઈગ્લીશ દારૂના આ લાઠીના ગુન્હામાં સંકળાયેલ છે.તેમ જણાવેલ હતુ. જોકે નામ નવું હતુ છતા જયદેવને તેની તપાસ કરવાની ઈચ્છા થઈ તેથી જીપ લઈ મોટા ચારોડીયા ગામે આવ્યો વંઠેલ વ્યકિતતો અઠવાડીયા-પંદર દિવસથીબહાર ગામ ગયો હતો અને ઘરનાં સભ્યોને તે કયાં ગયો તેની પણ ખબર નહતી. જયદેવે કાયદા મુજબ મુંબઈ પ્રોહીબીશન એકટ ક. ૧૨૦ મુજબ ઠરાવ કરી આ વંઠેલ શકદારના ઘરની ઝડતી તપાસ શરૂ કરી.

આ ઘરમાં ઈગ્લીશ દારૂ તો મળ્યો નહિ પણ ઘરની ઓંસરીના કબાટમાંથી એક ચાર પાંચ મહિના પહેલા લખાયેલુ બહારગામથી આવેલુ પોસ્ટ કાર્ડ મળી આવ્યું જે પોસ્ટ કાર્ડ ગઢડા (સ્વામીના) તાલુકાના નિંગાળા જંકશન ગામેથી જગપતસિંહ દ્વારા લખાયેલું હતુ આ પોસ્ટકાર્ડમાં પણ ઈગ્લીશ દારૂ ઉતારવા હેરાફેરી કરવા હવે કયાં કોને કયારે મળવાનું વિગેરેક બાબત લખેલ હતી.

જયદેવે કરેલ પંચનામામા આ પોસ્ટકાર્ડ કબ્જે કર્યાનો ઉલ્લેખ કરી દીધો. અને લાઠીના પ્રોહીબીશન એકટ મુજબના જે બે ગુન્હાઓની પોતે તપાસ કરતો હતો તેમાં કાવત્રાની કલમ ૮૩નો ઉમેરો કરી દીધો. અને આ પોસ્ટકાર્ડમાં જે નામો હતા નિંગાળાના જગપતસિંહ તથા મોટા ચારોડીયાનો વ્યકિત અને ધંધૂકાના કાળુ મારવાડીના નામ પણ ગુન્હાના કાવત્રામાં સામેલ કરી દીધા.

આ તમામ હકિકતો ને એક જ દ્રષ્ટીએ જોતા આ ઈગ્લીશ દારૂનું રેકેટ કે કૌભાંડ બહુ વિશાળ જણાયું. આથી જયદેવે પોતાની પાસે રહેલા બંને પ્રોહીબીશન એકટ મુજબના ગુન્હાની તપાસ ખૂબજ જીણવટ ભરી રીતે ચાલુ કરી. તે આ ગુન્હાઓ અને મોટા ચારોડીયા ખાતે કબ્જે થયેલ પોસ્ટકાર્ડની વિગતોની તપાસ કરવા માટે ગઢડા આવી ફોજદાર કુંપાવત ને મળ્યો અને કુંપાવતનો સાથે ગુન્હાની તમામ બાબતોની ચર્ચા કરી.

આથી કુંપાવતે કહ્યું કે જગપતસિંહ આમતો મોટો બુટલેગર છે. પણ ઘણા લાંબા સમયથી વોન્ટેડ એટલે કે નાસ્તો ફરતો છે. આ જગપતસિંહનો સાથીદાર કાળુ મારવાડી ધંધૂકાનો છે અને તે બંને જણા ને અમદાવાદ જીલ્લાની પોલીસ અને સ્ટેટ પ્રોહીબીશન સ્કોડ પણ શોધી રહેલ છે. પણ તેમનો પત્તો લાગતો નથી. છેલ્લા સમાચાર એવા છે કે આ બંનેનું હાલનું કાર્યક્ષેત્ર ગોધરા પંચમહાલ બાજુ છે. અને કયારેક રાતવરત નીંગાળા આવી કુટુંબને મળીને તુરત જ રવાના થઈ જાય છે. છતા તમે નીગાળા તપાસ કરો હું નીંગાળા જમાદારને ટેલીફોન કરી દઉ છું.

આથી જયદેવ જીપ લઈને સીધો નીંગાળા આવ્યો અને જમાદારની મદદ લેવાને બદલે પોતે જ પોતાની રીતે સીધો જ નામથી પૂછતો પૂછતો જગપતસિંહના ઘેર પહોચી ગયો. ઘેર જગપતતો મળ્યો નહિ પરંતુ તેનો નાનોભાઈ ચીંકુભા મળી ગયો. જયદેવે ફરી પ્રોહીબીશન એકટ કલમ ૧૨૦ નો ઠરાવ કરી જગપતના ઘરની ઝડતી તપાસ શરૂ કરી પરંતુ ઓરડા ઓસરી રસોડામાં કાંઈ જ મળ્યું નહિ આથી જગપતસિંહ અંગે ચીંકુભાને પૂછતા તેણે કહ્યું ભાઈતો કયારેય ઘેર આવતા જ નથી. આથી પોલીસે જતા જતા ફળીયામાં સામા ખૂણે સંડાસ-બાથરૂમ આવેલા હતા તે જોઈને વિરસીંગે મોટા અવાજે કહ્યું સાહેબ બાથરૂમાં માલ પડયો છે.

બાથરૂમમાં દસ પેટી ઈગલીશ દારૂ રાજસ્થાન બનાવટનો મળી આવ્યો. જયદેવે ચીંકુભાને કહ્યું ‘ચીંકુભા હવે? આ દારૂ હવામાંથી આવ્યો કે જગપતસિંહ લાવ્યો?’ પોલીસે દારૂની પેટીઓ શેરીમાં બહાર કાઢી અને ચીકુંભાને પણ ઘર બહાર શેરીમાં લાવી પંચનામું કરવાની તૈયારી શરૂ કરી.

હજુ પંચનામાની કાર્યવાહી ચાલુ થાય ત્યાં જ ચીંકુભાને પરસેવો છૂટી ગયો અને થયું કે પોલીસ હમણાંજ જાહેરમાં ‘આબરૂના ધજાગરા’ કરી નાખશે. આથી તેણે તુરત જયદેવને આજીજી કરીકે સાહેબ અહી રહેવા દો, મારી વાડી ગામના પાદરમાં જ છે ત્યાં બીજી હકિકત પણ આપું છું તમે મારી સાથે ચાલો’. જયદેવને તો વિશેષ માહિતી ની જ જરૂર હતી તેથી તે સમગ્ર રસાલો લઈને ચીંકુભાની વાડીએ આવ્યા. અહિં ચીંકુભાની વાડીમાં જે દ્રશ્ય તેણે જયદેવને બતાવ્યું તે જોઈને જયદેવ આભો જ બની ગયો!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.