૪૨૪૨ કરોડનો પ્રોજેકટ ઈન્ફોર્સીસને સોંપાયો
‘સ્માર્ટ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા’
હાલ ૨૧મી સદીમાં ભારત સ્માર્ટ ઈન્ડિયા અને ડિજીટલ ઈન્ડિયા બનવા અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર અનેક વિધ પ્રયત્ન હાથ ધરી રહ્યું છે. વાત કરવામાં આવે તો જે વ્યક્તિ પોતાના જન્મ સ્થળથી કંઈક બીજી જગ્યા રહેતા હોય તો તેઓ મતદાન કઈ રીતે કરી શકે ત્યારે ભાજપ અને ખાસ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ડિજીટલ વોટીંગનો ક્ધસેપ્ટ મુકવામાં આવ્યો છે.
જેથી કાર્ય સ્થળ પર કે કોઈ અન્ય સ્થળ પર રહેતા લોકો પોતાના મોબાઈલ મારફતે પોતાનો મત આપી શકે. આ એક સફળ ઉદાહરણ ડિજીટલ ઈન્ડિયાનું કહી શકાય. ત્યારે ડિજીટલ ઈન્ડિયાને વધુ પ્રોત્સાહન આપવા કેબીનેટ દ્વારા ૪૨૪૨ કરોડના ખર્ચે એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે જે આવનારા વર્ષ ૨૦૨૦ સુધીમાં કાર્યરત થઈ જશે.
આ પ્રોજેકટમાં ઈ-ફાઈલીંગથી એક જ દિવસમાં રિટર્ન ફાઈલીંગની સાથે સાથે રિફંડ પણ મળી જશે જે પહેલા ૬૩ દિવસ સુધી લંબાવવામાં આવતું હતું. આ પ્રોજેકટ કરદાતાઓ માટે ખુબજ ખુશીની વાત છે. કહી શકાય કે, નેકસ્ટ જનરેશન ઈન્કમટેકસ ફાઈલીંગ સીસ્ટમ ઈન્ફોર્સીસ દ્વારા વિકસીત કરવામાં આવશે જેથી રિટર્ન માટે જે ૬૩ દિવસનો પ્રોસેસીંગ સમય લાગતો હતો તે ઘટીને માત્ર એક જ દિવસનો રહેશે જેના કારણે કરદાતાઓને રિફંડ પણ મળી જશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબીનેટ બેઠકમાં આયકર વિભાગના ઈન્ટીગ્રેટેડ ઈ-ફાઈલીંગ એન્ડ સેન્ટલાઈઝ પ્રોસેસીંગ સેન્ટર ૨.૦ પ્રોજેકટ ઉપર ૪૨૪૨ કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. વધુમાં પિયુષ ગોયલે જણાવતા કહ્યું હતું કે, આ યોજના ૧૮ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે અને આ સીસ્ટમને ૩ મહિના માટે ટેસ્ટીંગમાં મુકયા બાદ લોન્ચ કરવામાં આવશે. ત્યારે આ સોફટવેરને લોન્ચ કરવા માટે અને તેને બનાવવા માટે ઈન્ફોર્સીસની પસંદગી કરવામાં આવી છે.
ચાલુ વર્ષમાં પ્રોજેકટ ૧.૦થી ૧૪૮૨.૪૪ કરોડ રૂપિયાની બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી અને ચાલુ નાણાકીય વર્ષમાં ૧.૮૩ કરોડ રૂપિયાનો ટેકસ રિફંડ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે આવનારી નવી સીસ્ટમ ખરા અર્થમાં કરદાતાઓ માટે આર્શિવાદ સમાન બની રહેશે અને તેઓને રિટર્ન અને રિફંડમાં પડતી મુશ્કેલીનો પણ અંત આવી જશે.
કહી શકાય કે, ૬૩ દિવસની અવધી માત્ર હવે એક જ દિવસમાં પૂર્ણ થશે. આ પ્રોજેકટ મારફતે એટલે કે કયાંકને કયાંક મોદી સરકાર સ્માર્ટ ઈન્ડિયા અને ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા મદદરૂપ થઈ રહ્યાં છે.