રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકિત કરવા માટે આજે સવારે જામનગરના જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોખંડેની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષ માટે ફરી યાર્ડના ચેરમેનપદે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને વાઈસ ચેરમેનપદે હરદેવસિંહ જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડને ફાળવવામાં આવનાર ૨૫ કરોડની ગ્રાન્ટમાંથી યાર્ડમાં ખેડુતોનો માલ બગડે નહીં અને પુરતી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખેડુતોની સુવિધા વધારવા માટે અમે સતત કામ કરતા રહીશું.
Trending
- નર્મદા: જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો
- નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી
- ટેટૂ બ્લશ શું છે? જાણો ઇન્ટરનેટ પરનો આ બ્યુટી ટ્રેન્ડ ટ્રાય કરવા યોગ્ય છે કે નહીં
- ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત કરતા કુટીરઉદ્યોગ મંત્રી
- અંજાર: વિડી ગામે SMCની ટીમે દરોડા પડી દેશી દારૂ ઝડપ્યો
- લોથલ : સંશોધનના કામ વખતે ભેખડ ધસી પડતા સર્જાઈ દુર્ઘટના 2 મહિલા અધિકારી દટાયા, 1નું મો*ત
- કચ્છના પ્રાચીન નગર ‘ધોળાવીરા’ ઝગમગશે! 135 કરોડના ખર્ચે બદલાશે રોનક
- એવું તો શું થયું કે ઈન્ડોનેશિયા એ iPhone 16 લગાવ્યો પ્રતિબંધ….!