વાયબ્રન્ટ પેનલ અને મહાજન પેનલ વચ્ચે જંગ: ચેમ્બરનું સુકાન કોણ સંભાળશે તેનો કાલે ફેંસલો: સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે ૨૪ બુથ પર મતદાન પ્રક્રિયા: ૬૦થી વધુનો સ્ટાફ તૈનાત: બપોરે ૩ કલાક સુધીમાં ૪૫૯૨માંથી ૨૨૦૦ સભ્યોએ કર્યુ મતદાન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની આજે ચુંટણી છે. જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે સવારે ૯ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ૨૪ બુથ પર બપોરે ૩ વાગ્યા સુધીમાં ૨૨૦૦ સભ્યોએ મતદાન કર્યુ હતું. ચુંટણી પ્રક્રિયા માટે કુલ ૬૦ થી વધુ લોકોનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. આ ચુંટણીમાં વાયબ્રન્ટ પેનલ અને મહાજન પેનલ વચ્ચે સીધો જંગ છે. આ બંને પેનલમાંથી ચેમ્બરનું શુકાન કોણ સંભાળશે તેનો ફેંસલો આવતીકાલે પરીણામ વખતે થવા પામશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિના સભ્યોની ૩ વર્ષની ટર્મ પૂર્ણ થતા આવનાર ૩ વર્ષ માટે કારોબારી સમિતિની નિમણુક અર્થે આજે ચુંટણી યોજવામાં આવી છે. આજ રોજ સવારે ૯ વાગ્યાથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચેમ્બરના સભ્યો મત આપી રહ્યા છે. ચેમ્બરના કુલ ૪૫૯૨ જેટલા સભ્યો છે આ સભ્યો વધુમાં વધુ ૨૪ અને ઓછામાં ઓછા ૧૮ મત આપી શકવાના છે.
આજે સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે. બાદમાં આવતીકાલે મતગણતરી હાથ ધરીને પરીણામ જાહેર કરવામાં આવનાર છે. આ ચુંટણીમાં વાયબ્રન્ટ પેનલ અને મહાજન પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું શુકાન કોણ સંભાળશે તેનો ફેંસલો આવતીકાલે થવાનો છે. આજે મતદાન વેળાએ સવારે વાયબ્રન્ટ પેનલના વડા વી.પી.વૈષ્ણવ તેમજ મહાજન પેનલના વડા સમીરભાઈ શાહે મતદાન કયુર્ં હતું. આ ઉપરાંત હિતેશભાઈ સાતાએ પણ મતદાન કર્યું હતું.
કોઇપણ પેનલ જીતે, વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું તે લક્ષ્ય: સમીર શાહ
સમીર શાહે એ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દર ત્રણ વર્ષે ચુંટણી યોજાઇ છે. અને આજે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે યોજાઇ છે. ગમે તે પેનલનો વિજય થાય, પરંતુ પેનલ જેવું હોતું જ નથી. ૩પ ઉમેદવારો લડે છે. તેમાંથી રપ જેનેુ હાઇપેસ્ટ વોટ મળ્યા હશે. તે જીતશે. જે પેનલ જીતશે તેની પહેલી પ્રાયોરીટી એ જ હશે. કે વેપાર ઉઘોગને લગતા પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવું. તથા ઇન્ફ્રાસ્ટ્રકચર વધે ડેવલપમેન્ટ થાય તે બધા માટે સતત પ્રયત્ન શિલ રહેવાનો ઉદ્દેશ્ય છે. જુના પડેલા પેન્ડીંગ પ્રશ્ર્નોની સતત રજુઆત કરતી રહેવી પડે અને ડેલીગેશન મોકલવા પડે ચેમ્બરમાં વિવાદ સર્જાયા છે. પરંતુ તેનો ઉકેલ પણ આવી જશે.
કોઇપણ પેનલ હોય વેપારીઓના પ્રશ્ને લડત આપે તે જરૂરી: પરેશ ગજેરા
અબતક સાથેની વાતચીત દરમિયાન પરેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે આજરોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી છે મારી એવી ઇચ્છા છે કે જે તે પેનલનો વિજય થાય તે લોકોના પ્રશ્નો, મહાજનના પ્રશ્નો, વેપારીઓના પ્રશ્નો જાગૃત રહે, અવાર નવાર સરકારમાં લોકોના પ્રશ્નો ની રજુઆત કરી રાજકોટ શહેર માટે નવી નવી યોજનાઓ સરકારમાંથી લઇ આવે. અને સતત જાગૃત રહી લોકોની વચ્ચે કામ કરે. તેવી આશા વ્યકત કરું છું. અને જે તે પેનલનો વિજય થાય તેને શુભેચ્છા પાઠવું છું તથા પેનલ જાગૃત એવી હોવી જોઇએ જે પેનલ જીતે તે લોકો પોતાના નહી પરંતુ રાજકોટના બીજા વેપારીઓ, મેમ્બરના પ્રશ્નો માટે સતત લડતા રહે. પોલીટીકલી રાજકીય હાથો નહીં. તથા બીનરાજકીય રીતે સંસ્થાનો દોરી સંચાર કરે આ સંસ્થા રાજકોટની મોટામાં મોટી સંસ્થા ગણાય. ત્યારે જે તે પેનલ જીતે તે જાગૃત બની લોકોના વેપારીના પ્રશ્નોને વાચા આપે.
૨૪ બુથ પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન: હિતેષ બગડાઇ
અબતક સાથેની વાતચીત દરમિયાન હિતેષભાઇ બગડાઇએ જણાવ્યું હતું કે આજે ખુબ જ સારા વાતાવરણમાં ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી યોજાઇ છે. બહોળી સંખ્યામાં લોકો મતદાન કરવા આવ્યાં છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ર૪ બુથ પર મતદાન કરવામાં આવી રહ્યું છે. તથા ૩ ટેબલ પરથી બેલેટ પેપર વોટરનું આઇડેન્ટીફીકેશન કરી બેલેટ આપવામાં આવે છે. અને મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવી રહ્યું છે.
દરેક સભ્યએ મત આપવો જરુરી: કૃતિબેન જસાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન મતદાન કરનાર કૃતિબેન જસાણીએ જણાવ્યું હતું કે આજે ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી યોજાઇ છે.
અને મેં મતદાન કર્યુ છે. અહિયાનો માહોલ ખુબ જ સારો દેખાવ રહ્યો છે. અને મહીલાઓએ વોટ આપવો જોઇએ. અને ઇન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઇએ. હું વિરાગ ઇન્ટરનેશનલ ફાર્મમાં પાર્ટનર છું. ત્યારે હું એમ જ કહીશ કે મહિલાઓએ પણ આગળ વધવું જોઇએ અને બીઝનેશમાં ઇન્ટરેસ્ટ લેવો જોઇઅ.ે.
વાયબ્રન્ટ પેનલની જીત નિશ્ચીત: વી.પી.વૈષ્ણવ
અબતક સાથેની વાતચીત દરમિયાન વાયબ્રન્ટ પેનલના વી.પી.વૈષ્ણવે જણાવ્યુ હતું કે આજે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી યોજાઇ છે. તે પ્રક્રિયા અને ફોર્માલિટી પુરી કરવાનો જ ભાગ છે. મારા ર૪ ઉમેદવારો જ વિજય થશે તેવો મને વિશ્વાસ છે. અમને સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે જે રીતનો મહોલ છે ચુંટણી તો જીતી અમારી પેનલ જ થશે. તથા જીત થશે તો આવનાર દિવસોમાં કનવેશન સેન્ટર, જીઆઇડીસીના પ્લોટીંગનું અરેન્જમેન્ટ નાનામાં નાના ઇન્ડસ્ટ્રીયાલીસ્ટને રિઝનેબલ ભાવે પ્લોટ મળે. વગેરે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરીશું.
પારદર્શક થી ચૂંટણી યોજાઇ રહી છે: રાજુભાઇ પોબારૂ
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ કોમોડીટી એકસ્ચેન્જના પ્રમુખ રાજુભાઇ પોબારુ એ જણાવ્યું હતું કે સરસ મહોલમાં ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી યોજાઇ રહી છે. ૩પ ઉમેદવારો ઉભા છે. તેમાંથી ૧૮ને મત આપવો જરુરી તથા વધુમાં વધુ ર૪ મત આપવા, કોઇપણ ક્ષેત્રમાં વેપારી સમાજની ચુંટણી હોય ત્યારે સૌ સારી મહેનત કરતા હોય,
કોઇપણ જ્ઞાતિ, જાતીના ભેદભાવ વગર આ ચુંટણી સમાન થાય. આ એક વેપારી સંસ્થા છે. ત્યારે જે પેનલ જીતશે તેને અગાઉથી જ મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
ઉત્સાહભેર મતદાન થઇ રહ્યું છે: શિવલાલ બારસિયા
અબતક સાથેની વાતચીત દરમિયાન પૂર્વ પ્રમુખ શિવલાલ પટેલે જણાવ્યું હતું કે આજે વેપાર ઉઘોગને લગતા પ્રશ્નો માટે ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી યોજાય રહી છે. ત્યારે અમારા કામની પૂજા અને મતદારોએ કદર કરી છે. વ્યવસ્થિત રીતે વોટીંગ કરવામાં આવી રહ્યું છે. આજે ખુબ જ બહોળી સંખ્યામાં મતદાન થઇ રહ્યું છે.
ચેમ્બરમાં ર૪ મેમ્બરો હોય છે. તેમાં ઘણી વખત નાના મોટા સંતોષ અસંતોષ હોય પરંતુ તે વાત અને વેપારને કંઇ પણ હોતું નથી. ત્યારે વાત કરીએ તો સંસદમાં પણ હંગામા થતા હોય છે. વિવાદ થાય પણ તેનો ઉકેલ પણ આવી જતો હોય છે.
ચેમ્બર વિવાદથી પર રહે તે જરૂરી: હિતેષ સાતા
અબતકક સાથેની વાતચીત દરમિયાન ઉમેદવાર હિતેષભાઇ સાતા એ જણાવ્યું હતું કે આજે ચેમ્બરની ચુંટણી યોજાઇ રહી છે. તે ખુબ જ ચર્ચાસ્પદ છે. તેમાં મેં નિષ્પક્ષ ઉમેદવારી ભરી છે. આજે બહોળી સંખ્યામાં વેપારીઓ મતદાન કરી રહ્યા છે. તે જોઇને આનંદ થાય છે. આવી જ આશા રાખું છું. વેપારીઓ સારા ઉમેદવારોને ચુંટીને ચેમ્બરને મજબુત બનાવે. વેપારીને લગતા જી.એસ.ટી.ને લગતા પ્રશ્નો, એકસ્પોર્ટ ને લગતા નિકાસને લગતા પ્રશ્નો માં સહાય કરીશ. મદદરુપ થઇ શકીશે. ચેમ્બર વિવાદથી પર હોવી જોઇએ. ચેમ્બરએ વેપારીનું પ્રતિનિધિત્વ કરે છે. અને આમાં કોઇપણ જાતના જ્ઞાતિવાદ, વિવાદ ન હોવા જોઇએ. બધા એ ટીમ બનાવીને સાથે કામ કરવાનું છે અને વેપારીના હિત માટે કામ કરવાનું છે.