માઈકલ ફલોરસ વિદ્યાર્થીઓને ઈંગ્લીશ અને બેઝીક ફ્રેન્ચ ભાષાની તાલીમ આપી રહ્યા છે
પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કુલ બ્રીટીશ ગર્વમેન્ટની સંસ્થા બ્રિટીશ કાઉન્સીલનો કનેકટીંગ કલાસરૂમ પ્રોજેકટ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી યુ.કે.ની જુદી જુદી સ્કુલો સાથે કનેકશન ધરાવે છે. તેમજ પંચશીલ સ્કુલે આ પ્રોજેકટ અંતર્ગત ઈન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ બે ક્ધટીન્યુટી એવોર્ડ મેળવનાર ગુજરાતની એક માત્ર સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ છે. આ ઉપરાંત દર વર્ષે યુ.કે.ની સ્કૂલનું ડેલીગેશન પંચશીલ સ્કૂલ રાજકોટ પધારે છે.
જેમાં આ વર્ષે સેન્ટ એન્થની ગર્લ્સ એકેડમી સન્ડરલેન્ડ નોર્થ યુ.કે.ની સંસ્થાના ગર્વનર મી. માઈકલ ફલોરસ બે મહિના માટે પંચશીલ સ્કૂલે પધારેલા છે. માઈકલ સર એ ૪૪ વર્ષનો શિક્ષણનો અનુભવ ધરાવે છે. તેઓ ઈન્ટરનેશનલ ટ્રેનર પણ છે. સાથે સાથે તેઓસારા કાઉન્સલર પણ છે.અને તેઓએ ચાઈના, સ્પેન, સ્વીડન, સહિત વિશ્વના ઘણા બધા દેશોની શાળાઓમાં પોતાના જ્ઞાનની આપ્લે કરેલ છે.
માઈકલ ફલોરસ જે પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈફેકટીવ કોમ્યુનીટીવ ઈગ્લીશ અને બેઝીક ફ્રેન્ચ ભાષાની તાલીમ આપી રહ્યા છે. આ ઉપરાંત ટીચર ટ્રેનીંગમાં ઈફેકટીવ કલાસરૂપ ટીચીંગ, ટીચીંગ ઓબર્ઝવેશન, તેમજ યુ.કે.ની સ્કૂલ સિસ્ટમની એકટીવીટી વગેરે બાબતો પંચશીલ સ્કૂલ સાથે આપલે કરે છે.
માઈકલ ફળોરસની પંચશીલ સ્કૂલમાં આ છઠ્ઠી વખત વિઝીટમાં આવેલા છે. તેમજ યુ.કે.ની સેન્ટએન્થની ગર્લ્સ એકેડમી તેમજ પંચશીલ સ્કૂલ બંને એકબીજાનું કલ્ચર અને પ્રવૃત્તિઓની અરસ પરસ આપલે થાય તે મુખ્ય ઉદેશ્ય છે.
પંચશીલ સ્કૂલ પરિવાર સાથે માઈકલ સરને પારિવારીક નાતો છે. પંચશીલ સ્કૂલએ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ લઈ શકાય તેવી ગુજરાતી માધ્યમની શાળા છે જે આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાના શૈક્ષણીક તેમજ સામાજીક સંબંધો વિકસાવ્યા છે.
આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને આંતર રાષ્ટ્રીય કક્ષાનું ફલક મળે તે પ્રકારે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા અને માઈકલના સહીયારા પ્રયત્નો છે.માઈકલ ફલોરસને આવકારવા માટે શાળા દ્વારા વેલકમ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલ.
જેમાં જાણીતા આર્કિટેક હરેશભાઈ પરસાણા હિતેશભાઈ શુકલા, મિતલભાઈ છનીયારા, ઉમેશભાઈ સાગર, કેતનભાઈ વ્યાસ ઉપસ્થિત રહેલ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પંચશીલ સ્કૂલના આ અનોખા પ્રયત્નને બિરદાવ્યો હતો.