લોકલ તેમજ હાયપર લોકલ સમાચારો દ્વારા ડેટા મેળવવા ફેસબુકે કમરકસી
ફેક ન્યુઝ, વિશ્વસનીયતા, મોબ લિચીંગ જેવા પડકારોને લઈ સોશિયલ મિડીયાનું સૌથી મોટું માધ્યમ ફેસબુક છેલ્લા કેટલાક સમયથી અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે જોકે ફેસબુકની આ સ્થિતિનું એક કારણ આંતરિક ખટપટ હોવાના પણ અહેવાલો આવ્યા હતા ત્યારે હવે ફેસબુક વિશ્વસનીયતાની નીવ ફરીથી સ્થાપવા અલગ-અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યું છે. સોશિયલ મિડિયાના કોઈપણ માધ્યમો માટે ડેટા જ કીંગ હોય છે જેને લઈને આ માધ્યમોની કમાણીનો આધાર હોય છે. જેવી રીતે સોશિયલ મિડીયાનો વ્યાપ વધી રહ્યો છે એમ લોકો સમાચારોને ડિજિટલ માધ્યમો ઉપર સ્વીકારતા થયા છે માટે લોકલ તેમજ હાયપર લોકલ સમાચારોને પ્રોત્સાહન આપવા ફેસબુકે પત્રકારત્વમાં ૨૦૦ કરોડના રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.
મંગળવારના રોજ ફેસબુકે જાહેર કર્યું કે તેઓ પત્રકારત્વને લગતા વિવિધ પ્રોજેકટો માટે ખાસ સ્થાનિક સમાચારોના ડેટા માટે આ રોકાણ કરવાની તૈયારી બતાવી છે જે ડિજિટલ યુગ માટે ખુબ જ મહત્વની બાબત છે. ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટ કેમ્વબેલ બ્રાઉને કહ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં ફેસબુક સમાચાર સાથે જોડાયેલા પ્રોજેકટો અને વૈશ્વીક ન્યુઝ પાર્ટનરશીપ માટે રોકાણો કરશે. ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટે આ વાત સોશિયલ મીડિયા સાઈટ ઉપર કહી હતી. ફેસબુકના એક પછી એક કૌભાંડો અને ડેટાની સુરક્ષાના પ્રશ્નો બાદ હવે જાણે ૧૦૦ ચુહો કી માર કે બિલ્લી હજ કો ચલી જેવો ઘાટ થયો છે.