ભાયાવદરના સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે શાકોત્સવ યોજાયો હતો. સંસ્થાના મહંત પ.પૂ.રામાનુજદાસજી સ્વામિની ખાસ ઉપસ્થિતિ તથા રાજકોટ ગુરૂકુલના ૨૦ સંતોની પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહી હતી. વિશ્વજીવન સ્વામી તથા હરિપ્રિય સ્વામીએ સભા સંચાલન કર્યું હતું તથા નારાયણ સ્વામિ ચૈતન્ય સ્વામિએ કથા વાર્તા કરી હતી અને શાકોત્સવનો મહિમા વર્ણવતા હરિપ્રિય સ્વામીએ શ્રીજી મહારાજના ગુણ ગાન ગાયા હતા તથા ગુરૂકુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલ જેમાં પ્રેરણાદાયક રૂપકો, સમુહ નૃત્ય, સ્પીચ, કવાલી વગેરે રજુ થયું હતું. આજના પ્રસંગે ઉપલેટા તાલુકાના ૩૫ ગામના હરિભકતોએ તથા બહારથી પધારેલા અતિથિ વિશેષ મળીને ૪૫૦૦ ભકતોએ દિવ્ય સત્સંગ તથા શાકોત્સવની પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ સ્વામી, સંત વલ્લભ સ્વામી, નારાયણ સ્વામી, રામાનુજદાસ સ્વામી, હરિપ્રિયદાસ સ્વામી તથા પૂર્ણ પ્રકાશદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો