મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવો સાથે પારિવારીક આત્મીય સબંધ હતો
મહાત્મા ગાંધીના નિકટના સાથી, અગ્રગણ્ય સ્વાતંત્ર-સેનાની મણિલાલ કોઠારીનાં પુત્રી તથા ગુજરાત સરકારનાં જાહેર આરોગ્ય વિભાગનાં નિવૃત્ત સયુક્ત સચિવ, મુખ્ય ઈજનેર રમેશચંદ્ર મોદીનાં ધર્મપત્ની સરલાબેન મોદીએ ૨ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ ૯૩ વર્ષની ઉંમરે આપણી વચ્ચેી વિદાય લીધી.
સરલાબેન મોદીની પુણ્ય સ્મૃતિમાં એમનાં પરિવાર દ્વારા એમનાં અમદાવાદ સ્થિત નિવાસ સન (‘પ્રતિક’, ૨-ગોકુલપાર્ક, કાશીરામ હોલની પાછળ, એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજની પાસે) ખાતે તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ ને શનિવારનાં રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી ર્પ્રાનાસભાનું આયોજન કરાયું છે. જેમાં સરલાબેનને પ્રિય એવાં ભજનો રજૂ થશે.
રાષ્ટ્ર-ભાવના ધરાવતાં પરિવારમાં સરલાબેનનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૨૬નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં જોરાવરનગરમાં થયેલો. નાનપણથી જ સેવાકીય-કાર્યો, શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સાહિત્ય અને સંગીતમાં સવિશેષ રૂચિ. જે સમયે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે સરલાબેને એમ.એ. વી સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મોરારજીભાઈ દેસાઈ જેવાં મહાનુભવો સાથે પારિવારિક આત્મીય સંબંધ હતો. સ્વ. રમેશભાઈ મોદી સો ૧૯૫૧માં લગ્નગ્રંથીથી જોડાયેલાં સરલાબેનનાં પરિવારમાં ચાર પુત્રીઓ અર્પિતા, આશિતા, અનાર અને સોનાલી છે.