એક્ષ્પોર્ટ, ઇમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ સાતાએ નોંધાવી છે ઉમેદવારી: ચેમ્બરમાં હુંસાતુસી અને રાજકારણથી વેપારના કાર્યો થતાં નથી: હિતેશ સાતા, ચેમ્બરમાં વેપારીના હિતમાં કાર્ય કરવાની સાતાની ખાત્રી: સ્વતંત્ર નિષ્પક્ષ રીતે ચૂંટણી લડતા હિતેશ સાતા ‘અબતક’ના આંગણે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી આવતીકાલે યોજાનાર છે ત્યારે તેમાં ઉમેદવારી નોંધાવનાર અને એક્ષ્પોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા હિતેશ ચંદુલાલ સાતાએ પણ સ્વતંત્ર – નિષ્યક્ષ રીતે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. કિંમતી મત આપી તેઓને વિજયી બનાવવા અપીલ કરી છે.
‘અબતક’ના આંગણે આવેલા હિતેશભાઇ સાતાએ જણાવ્યું હતું કે જો હું ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણીમાં ચુંટાઇ આવીશ તો હું વેપાર-નિકાસના પ્રશ્નોની જે મોટી મુશ્કેલી છે તે નિવારવા પુરતો પ્રયત્ન કરીશ. વધુમાં જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્રનું હબ ગણાતા એવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં થોડે ઘણે અંશે આંતરીક વિખવાદ હુંસાતુસી અને રાજકારણ ચાલી રહ્યું હોય જેના કારણે વેપારીઓના પ્રશ્નોનું સચોટ નિરાકરણ આવતું નથી. તેમજ જે ચેમ્બર ઓફ કોમર્સ સર્વે વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં જ આ પ્રકારના વિખવાદથી ચેમ્બરના ઘણા ખરાં કાર્યો અધુરાં રહી જાય છે. વેપારીઓ માટે ચેમ્બરનો રોલ ખુબ જ અગત્યનો હોય ત્યારે પ્રોપર વેપાર સાથે સંકળાયેલા પ્રતિનિધિની હાલ જરુર છે.
હિતેશભાઇ સાતાને જ્ઞાતિવાદના દુષણ વિશે પુછતાં જણાવ્યું હતું કે વેપાર ધંધામાં જ્ઞાતિ વાદ હોવો જ ન જોઇએ જ્ઞાતિવાદ અને વેપાર ને કંઇ લાગતું વળગતું નથી. તેઓએ જણાવ્યું હતુ કે મેં સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે જો આ ચુંટણીમાં હું વિજયી બનીશ તો હાલ ચેમ્બરનું નામ જે રીતે ખરડાણું છે. તે દુર કરવા અને વેપારીઓના પ્રશ્નોનો યોગ્ય નિવેડો લાવવા મારા પ્રયાસો રહેશે.
હું મારો અનુભવ અને નોલેજ વેપારીઓને પીરસીશ તેમજ હાલ જે આયાત-નિકાસના પ્રશ્નો ગુંચવાણા ભર્યા છે તે હલ કરવા પ્રયાસ કરીશ. આ ઉ૫રાંત જીએસટી સંદર્ભે સહાયહકારાત્મક પ્રયત્નો, વેપારીઓની વ્યાજબી માંગણીઓ સરકાર સુધી પહોચાડીને તેનો નિવેડો લાવવાનો પ્રચાશ કરીશ., આયાત-નિકાસ સંદર્ભે એમએસએમઇ વિષયે સહાય સક્રિય રહીશ., નિકાસને લગતી તમામ પ્રોડકટસમાં ડયુટી ડ્રો બેંકને લગતા પ્રશ્નો માટે વેપારીઓના હિતમાં સરકારને રજુઆત કરીશ.
ભારતના મુખ્ય શહેરો માટે રાજકોટથી વ્યાજબી ભાડામાં ફલાઇટની ફિકવન્સી મેળ તે માટે પુરા પ્રયત્ન કરીશ., અમુક કિસ્સામાં સરકારના કોઇ વિભાગ દ્વારા વેપારીઓને થતી કનડગત સામે લડત આપીશ. તેમજ નિકાસમાં તેઓનું વિઝન ભારતમાંથી જેટલો નિકાસ થવી જોઇએ એટલી માત્રા થતો નથી. જેના ઘણા બધા કારણ છે જેના ઉપર આપણી ચેમ્બરે ઓફ કોમસ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા ને વધુ યોગદાન અને પ્રયાસો કરવાની જરુર છે.
જેથી ભારત સરકાર સુધી આપણી લાગણી અને માંગણી પહોંચી શકે. ભારત એક વિકાસશીલ દેશ છે કે જેમાં ખાસ કરીને ખેડુતલ, મીન્યુફેકટયર્સ, એક્ષ્પોર્ટસ, નાના વેપારી, લોકલ અને દેશવિદેશ ટ્રાન્સપોર્ટટેસનની હાલની પરિસ્થિતિઓને સુધારવી અને એમની ઉપર વધુ ઘ્યાન કેન્દીય કરવાની જરુર છે. જેને લીધે ધંધાથી પેઢીઓને લાભદાયી નીવડી શકે અને એક સારી પ્રગતિ થઇ શકે. આ તમામ બાબતો માટે હું સદાય નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ રહીશ જેની સર્વે વેપારીઓને અંતમાં ખાત્રી આપી છે.