વિદ્યોતેજક પુરસ્કાર, જ્ઞાતિ સેવા એવોર્ડ અર્પણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં મોઢ વણિક યુવા ગ્રુપ-રાજકોટ તથા મોઢ વણિક સમાજ આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ, જ્ઞાતિ સેવા એવોર્ડ વિતરણ સમારંભ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં વિશાળ હોલમાં યોજવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યોતેજક પુરસ્કાર યોજના હેઠળ જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કાર ભેટ, શિલ્ડ, પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ. વિશેષ પદવી કે પ્રતિભા મેળવનાર સહિત ૧૬૫ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ.
મોઢ વણિક યુવા ગ્રુપ પ્રતિ વર્ષ અપાતો જ્ઞાતિ સેવા રત્ન એવોર્ડ સમગ્ર જ્ઞાતિવતી ચાલુ વર્ષે જ્ઞાતિ સેવાનાં આજીવન ભેખધારી, રાજકોટ જ્ઞાતિ અગ્રણી તથા એડવોકેટની દુનિયામાં આગવું નામ ધરાવતા સ્વ.ધીરૂભાઈ શાહનાં પત્નિ તથા મોઢ વણિક મહિલા છાત્રાલયનાં પ્રમુખ વાસંતીબેન ધીરૂભાઈ શાહને જ્ઞાતિ અગ્રણી સી.એ.પ્રેકટીશનર હેમલભાઈ મોદીનાં હસ્તે એનાયત કરવામાં આવેલ.
વાસંતીબેન શાહની નાદુરસ્ત તબિયતને લઈને જ્ઞાતિ સેવા એવોર્ડ-૨૦૧૮ તેમના પુત્ર દિવ્યાંગભાઈ શાહે સ્વિકારેલ. પ્રમુખ કિરેનભાઈ છાપીયાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે: વિશેષ જણાવતા આનંદ થાય છે કે મોઢ વણિક યુવા ગ્રુપની સ્થાપના મે-૧૯૯૪માં થયેલ. આ ગ્રુપનો મુખ્ય ઉદેશ એ હતો કે આ ગ્રુપનાં માધ્યમ દ્વારા જ્ઞાતિનાં મોટા ભાઈ બની સહાય જ્ઞાતિના નાના ભાઈઓને મળતી રહે અને આ અમારા મુખ્ય ઉદેશમાં અમો મહદઅંશે સફળ થયેલ છીએ. જાજરમાન વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ સમાપન બાદ ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોને ગ્રુપ તરફથી દરેક જ્ઞાતિબંધુને રજય જયંતિ વર્ષ હોય એક આકર્ષક ગીફટ પેકેટ દરેક જ્ઞાતિબંધુને કુટુંબદીઠ આપવામાં આવેલ.