ભારત વિરૂદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે ભારતને 299 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. ભારતે 49 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 299 રન પૂરાં કર્યા હતા.
આ સાથે જ ભારત બીજી વનડે જીતી ગયું છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરીઝમાં બંને ટીમ એક એક મેચ જીતતા સીરીઝ 1-1થી બરાબર થઈ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી શોન માર્સે સૌથી વધુ 131 અને ગ્લેન મેક્સવેલે 48 રન બનાવ્યાં હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તો ભારતે એક ફેરફાર કરતાં ખલીલ અહેમદદની જગ્યાએ મોહમ્મદ સિરાઝને ટીમમાં લીધો છે. સિરાઝની આ પહેલી વનડે છે.