‘નેશનલ યુથ ડે’ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલા ‘યુવા સંમેલન’માં મ્યુનિ. કમિશનરનું સંબોધન
યુવાઓને પ્રેરણા આપતો દિવસ એટલે કે નેશનલ યુથ ડે યાજ્ઞીક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમ હોલમાં નેશનલ યુથ ડેની ઉજવણી નિમિતે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, દુનિયાની બીજા નંબરની પેરા બેડમિન્ટન સિંગલ ખેલાડી માનસી જોષી તેમજ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નીખીલેશ્વરાનંદની ઉપસ્થિતિમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ યુવા સંમેલનમાં ઉપસ્થિત યુવા ભાઈ બહેનોને સંબોધન કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતુ કે, માત્ર યુવા ભાઈ બહેનોના જ નહી પરંતુ તમામ વય જૂથના લોકો માટે આદર્શ એવા પૂ. સ્વામી વિવેકાનંદ ભારત વર્ષનાં એક એવા મહાન અને અભૂતપૂર્વ પ્રતિભાસંપન્ન મહાપુરૂષ હતા જેમણે ભારતીય હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને આદર્શો વિશ્વભરમાં પ્રસરાવી આપણા દેશને મૂઠ્ઠી ઉચે‚ સ્થાન અપાવ્યું હતુ યુવાઓ મકકમ મનોબળ સાથે કશુધારે તો શું કરી શકે તેનું ઉતમ દ્રષ્ટાંત પૂ. સ્વામી વિવેકાનંદે પૂરૂ પાડયું હતુ તેઓએ એક વખત કહેલું કે, મને સિંહ જેવા સાથે યુવાઓ આપો, આપણે દુનિયા બદલી શકીશું.
દેવર્ષ ત્રિવેદી અને ઉત્તમ મારૂ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર ઉપર પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવેલ હતુ. ઉપસ્થિત તમામ યુવક-યુવતીઓને સ્વામીજીના સાહિત્યો આપવામાં આવ્યા હતા.