વિજેતાઓને ૧.૧૦ લાખના રોકડ પુરસ્કાર મ્યુ. કમી. બંછાનિધિ પાની, પો.કમિશનર મનોજ અગ્રવાલ, રોટરી મીડટાઉનના પ્રેસિડેન્ટ અશોક ભટ્ટ અને રાહુલ ડાંગર દ્વારા ફલેગઓફ
સાયકલ કાર્નિવલમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ડિ.જે. રખાયા
પુજીત રૂપાણી ટ્રસ્ટ તથા મનપા સંચાલીત શાળાની જરૂરિયાતમંદ દીકરીઓને ૨૬ સાઈકલો ભેટમાં અપાઈ
સ્વાસ્થ્ય અને પર્યાવરણ ફ્રેન્ડલી સાયકલ સામાન્ય માણસના જીવનનો મહત્વનો હિસ્સો છે. જે ખુબજ સામાન્ય મેઈનટેનેન્સની સાથેનું પરિવહનનું માધ્યમ છે. રાજકોટવાસીઓ પણ સાયકલ તરફ પ્રેરીત થાય તેવા હેતુથી રાજકોટ સાયકલ કલમ રોટરી મિડટાઉન લાયબ્રેરી સુરક્ષા સેતુ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સૌરાષ્ટ્રની સૌથી મોટી સાયકલીંગ ઈવેન્ટ રોલેકસ સાયકલોફનનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેબલના કુલ ૧૪૦૦ જેટલા સાયકલ રાઈડરો જોડાયા હતા. રાઈડર્સના ઉત્સાહવર્ધન માટે ત્રણ સ્થળે ડી.જે. રાખવામાં આવ્યા હતા. આ ઈવેન્ટ ૨૫,૫૦,૭૫ એમ ૩ કેટેગરીમાં યોજાઈ હતી. ૧૪૦૦ રાઈડરોની આ ફન રાઈડના વિજેતાઓને રોકડ સહિતના ઈનામોની વણઝાર કરવામા આવી હતી. ૧૮ થી ૭૮ વયના સાયકલ રાઈડરો જામનગર, ભાવનગર, જૂનાગઢ, ધ્રોલ, વેરાવળ, જસદણ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી ઉમટયા હતા. સાયકલોફનના વિજેતાઓને બાલાજી વેફર્સ તરફથી ૧.૧૦ લાખના રોકડ પુરસ્કાર અપાયા હતા.
વિજેતાઓને ડીસીપી ઝોન નં.૧ના રવિ મોહન સૈની, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને બાન લેબના મૌલેશભાઈ ઉકાણીના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યું હતુ. ઈવેન્ટનું ફલેગ ઓફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રોટરી, મીડટાઉનના પ્રેસિડેન્ટ અશોક ભટ્ટ તથા સેક્રેટરી રાહુલ ડાંગરના હસ્તે કરવામાં આવ્યું હતુ.
આ તકે આઈ.એમ.એન. (રાજકોટ)ના પ્રમુખ હિરેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા સાયકલોફનના સમગ્ર રૂટ ઉપર સુંદર અને સુરક્ષીત પોલીસ બંદોબસ્તક ગોઠવવામાં આવ્યું હતુ.
આ રાઈડમાં મ્યુનિ. કમશનર બંછાનીધક્ષ પાની તથા હે. કમિશ્નર ચેતન નંદાણીએ પણ ૫૦ કિમીની સાયકલ રાઈડ નિર્ધારીત સમયમાં પૂર્ણ કરી હતી.
આ ઈવેન્ટમાં ટોટલ ચાર સ્ટેમ્પ બુથ હતા જેમાં બુથ ૧ કાલાવડ રોડ પર સ્ટેમ્પિંગનું કામ ખોડલધામ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ સંભાળેલું બુથ ૨ એલ્ડોરાડો એમ્ઝમેન્ટ પાક પર સ્ટેમ્પિંગનું કામ એ જીઆરઓયુપીએ સંભાળેલુ, બુથ ૩ દેપાળીયા બસ સ્ટોપ પર સ્ટેમ્પિગ રાજકોટ સાયકલ કલબ અને રાજકોટ રર્નસ કલબના મેમ્બરોએ બુથ ૪ જામ ટાવર પર સ્ટેમ્પિંગ સન શાઈન સ્કુલના મેમ્બરોએ સંભાળ્યું હતુ.
આ ઈવેન્ટમાં રાજકોટ સાયકલ કલબ દ્વારા પુજીત રૂપાણી ટ્રસ્ટ તથા મહાપાલીકા સંચાલીત લક્ષ્મીબાઈ સ્કુલની જરૂરીયાતમંદ દીકરીઓને ૨૬ સાયકલો ભેટમાં આપવામાં આવી હતી. આ સાયકલોફનની સફળતા માટે પ્રણેતા રોટરી મીડટાઉનના દિવ્યેશભાઈ અધેરા તથા તેમની ટીમ કાર્યરત હતી તેઓએ આ સાયકલ કાર્નિવલને સફળ બનાવવા બદલ રાજકોટવાસીઓનો આભાર પણ માન્યો છે.
ગત વર્ષની સરખામણીએ વધુ સાયકલ રાઇડરો જોડાયા: બંછાનીધી પાની
‘અબતક’સાથેની રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટનાં આંગણે જે સાયકલોફોનનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સારી વાત છે અને દર વર્ષે આ આયોજન રાજકોટના આંગણે કરવામાં આવે છે. આ વખતે સાયકલોફોન ૩ કેટેગરીમાં યોજવામાં આવી છે. જેમાં રપ, પ૦ અને ૭પ કી.મી.ની રેસ યોજાઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ સાયકલીસ્ટ જોડાયા છે.
જે ખુબ જ સારી વાત છે તમામ વ્યવસ્થા પણ જીણવટપૂર્વક કરવામાં આવી છે. જેથી કોઇપણને અગવડતા ન પડે લોકોને ઉત્સાહ જોતા લાગે છે કે આ પ્રકારનાં આયોજનથી આવનારા દિવસોમાં સાયકલનો વધુ પ્રોત્સાહન મળશે
વધુમાં બંછાનીધી પાનીએ જણાવતાં કહ્યું હતું કે, રાજકોટ કલાઇમેટ ચેન્જ અને સસ્ટેનીવીલીટીમાં ખુબ માને છે. જે સરાહનીય વાત કહી શકાઇ. સાથો સાથ સાયકલીંગનો પ્રમોશનથી કલાઇમેટ ચેન્જમાં પણ ઘણો સુધારો થશે. રાજકોટ સ્માર્ટ સીટી છે અને લીવેબલ સીટી તરીકે જોવા માંગી છીએ.તો એ સાયકલીંગને વધુને વધુ પ્રમોટ કરવું પડશે. જે પ્રમાણે રાજકોટનાં લોકોથી સાથ સહકાર મળ્યો છે તે આગામી દિવસોમાં આ પ્રકારનાં આયોજનથી પર્યાવરણની પણ જાળવણી થશે અને રહેવા લાયક રાજકોટમાં પણ લોકોને ખુબ જ ગમશે. અને જીવન પણ શરળતાથી જીવી શકાશે. જયારે બીજા શહેરોમાં પ્રદુષણનું જે પ્રમાણ છે તેના કરતાં રાજકોટમાં પ્રદુષણ ખુબ ઓછું છે.
જેનું કારણ લોકોમા ઉદભવતી જાગૃતા છે તેથી વધુને વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે, જેથી તમામ સમસ્યાનું નિવારણ થઇ શકે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા તમામ પ્રકારના જરુરીયાત વાળા પગલા લોકો માટે લેશે.
સામાજીક વિકાસ અને સ્વાસ્થ્ય માટે સાયકલ ઉપયોગી: રવિ મોહન સેની
રવિ મોહન સેની કે જે રાજકોટ ડીસીપી ઝોન-૧ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ સાયકલોફોન વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે ૨૦૧૯ નાં વર્ષમાં સાયકલોફોનનું આયોજન કરવામાં આવ્યું છે તે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું આયોજન માનવામાં આવે છે. અને તે વાત બીલકુલ સાચી પણ છે, મને ગૌરવની અનુભૂતિ થાય છે કે મને રાજકોટના લોકો સાથે સાયકલ ચલાવવાનો મોકો મળ્યો છે. અને જે એક ખુબ જ સારી એકટીવીટી છે. સાયકલીંગ એક પર્સનલ એકટીવીટી પણ છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. અને સાથો સાથે સોસાયટી માટે પણ સારો મેસેજ જાય છે. આ એકટીવીટીથી પ્રદુશષમાં ઘણો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. એટલે વ્યકિતગત વિકાસ અને સમાજની સ્વસ્થા માટે સાયકલીગ ખુબ જ સારી પ્રવૃતિ છે. અને લોકો એ તેનો ફાયદો પણ મેળવવો જોઇએ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલીકાનો ખુબ આભાર પણ માનું છું.
ગોંડલની અમારી ૧૦૦ લોકોની ટીમે સાયકલોફનમાં ઘુમ મચાવી અશોક સેખડા
ગોંડલ સાયકલ કલબના મેમ્બરે અશોકભાઇ સેખડાએ જણાવ્યું કે રાજકોટમાં સાયકલોથોનનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેવો ખાસ ગોંડલથી ૧૦૦ લોકો સાથે રાજકોટ આવ્યા હતા. વધુમાં તેવો પચાસેક કીલોમીટર સાયકલીંગ તેવો કરે છે. ત્યારે વધુને વધુ લોકો સાયકલીંગમાં જોડાય તેવી ઇચ્છા વ્યકત કરી સાયકલ ચલાવાથી શરીરની સાયકલ પણ સેટ થઇ જાય છે અને પ્રદુષણ અટકે છે.
વિશેષ હાલમાં લોકોને સાયકલ ચલાવામાં આળશ થાય છે પરંતુ આળશ માત્ર બે કે ત્રણ દિવસ રહેશે પરંતુ સાયકલીંગ શરુ કર્યા બાદ સાયકલીંગ છોડવાની પણ ઇચ્છા નહી થાય. જેથી નિયમીત પણે સાયકલીંગ કરવું જ જોઇએ.
સાયકલીંગથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર: ભાર્ગવ રાજપુત
ભાર્ગવ રાજપુતે ‘અબતક’ને જણાવ્યું કે સાયકલોફોનનું દર વર્ષે ખુબ જ સારુ આયોજન થાય છે. સાથો સાથ સાયકલીંગ માટેના રુટ પણ સ્વચ્છ હોવાથી સ્વચ્છાની પ્રેરણ સાથે પુરતો આનંદ લોકો મેળવતા હોય છે. ત્યારે ખાસ તો રેસ લગાવી અને પહેલા આવવાનો ઉત્સાર દરેક વ્યકિતને હોય છે સાયકલીંગના ફાયદા અંગે જણાવ્યું કે સાયકલીંગથી સંપૂર્ણ શરીરમાં ઉજા આવે છે. અને સાયકલીંગ એ એક કસરત છે જેથી શરીર સુદ્ઢ બને છે. વધુમાં ઉમેર્યુ કે દરેક વ્યકિત સાયકલ ચલાવશે તો પ્રદુષણ પણ ઘટશે અને શરીર મજબુત પણ બનશે.