જસદણના વૃઘ્ધ અને ચોટીલાના મેવાસાની મહિલાએ દમ તોડતા નવા વર્ષનો મૃત્યઆંક ૬
સીઝનલ ફલુ દિવસે દિવસે વધતા જતાં દર્દીઓની સામે આરોગ્ય તંત્રની મહેનત બાદ પણ રુકાવટ કરવામાં નિષ્ફળ રહ્યું છે. શિયાળામાં ઠંડીનો પારો નીચે આવતા સ્વાઇનફલુનો પારો ઉપર ચડતો જણાઇ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજકોટ હોસ્પીટલમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે વધુ બે દર્દીઓએ સારવાર દરમિયાન દસ તોડતા મૃત્યઆંક ૪૮ સુધી પહોચ્યો છે. નવા વર્ષની શરુઆતથી જ ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઇનફલુ વધુ સક્રિય બન્યો છે. નવા વર્ષમાં કુલ ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ૬ દર્દીઓના મોત નિપજયા છે.
ચેપી અને જીવલેણ જણાતા રોગ સ્વાઇનફલુનો કહેર દિવસે અને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ વધવાથી સ્વાઇનફલુ દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજકોટના ર૭ વર્ષીય યુવતિ, જુનાગઢમાં પ૦ વર્ષીય પ્રૌઢ અને ચોટીલાના મેવાસા ગામના ૪૮ વર્ષીય મહીલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયારે ચોટીલા તાલુકાના મેવાસા ગામના ૪૮ વર્ષીય મહીલા અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જસદણના ૬૦ વર્ષીય વૃઘ્ધનું પણ મોત નિપજયું હતું. નવા વર્ષની શરુઆતથી જ સ્વાઇનફલુ વધુ સક્રિય બન્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં નવા વર્ષમાં ૧૧ કેસ નોંધાયા છે. જેની સામે ર દર્દીઓના મોત નિપજયા છે. જયારે રાજકોટના ૧ર દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. જેમાં ર દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટની આસપાસના જીલ્લાઓમાં સ્વાઇન ફલુ પોઝીટીવ દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય તેમાં કુલ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ર દર્દીઓના મોત નિપજયા છે.
વધતા જતાં સ્વાઇનફલુના કહેર સામે આરોગ્ય તંત્ર અનેક પગલાઓ લેવામાં આવે છે. પરંતુ ઠંડીના પ્રમાણમાં સાથે સ્વાઇન ફલુ વાયરલ પર જોર પકડી રહ્યું હોય તેમ હાલ વધુ ૧૪ સ્વાઇનફલુ દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહયા છે.