તમામ વોર્ડના સદસ્યો સાથે મળીને સ્વચ્છતા પ્રત્યેના વિચારો રજૂ કર્યા
સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૮માં સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાને સરકાર દ્વારા ટુ સ્ટારની નગરપાલિકા જાહેર કરેલ છે. જે સંદર્ભે આજરોજ સાંજે ૦૫:૦૦ કલાકે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાં મીટીંગ રાખવામાં આવી.
જેમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા, ઉપ-પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર વી.વી રાવળ સાહેબ, કારોબારી ચેરમેન અશોકસિંહ, સ્વચ્છતા સમિતિના ચેરમેન બચુભાઈ વેગડ, સેનિટેશન ઇન્સ્પેક્ટર છત્રપાલસિંહ, એન્જિનિયર હેરમા સાહેબ, નગરપાલિકાના ચેરમેનઓ, સદસ્યઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
આ મિટિંગમાં નગરપાલિકાના પ્રમુખશ્રીએ સૂચન કર્યુ કે આવનારા દિવસોમાં નગરપાલિકાને ટુ સ્ટારમાંથી સેવન સ્ટાર માં લઈ જવા માટે સૌપ્રથમ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાની ફરજિયાત પણે સૂચના આપી. ત્યારબાદ કોલેજના સ્ટુડન્ટ દ્વારા ભીત ચિત્ર કરીને શહેરને સુંદર બનાવવાનો વિચાર રજૂ કર્યો, તથા તમામ વોર્ડના સદસ્યો સાથે મળીને સ્વચ્છતા પ્રત્યેના વિચારો રજૂ કરીને દરેક વોર્ડમાં સ્વચ્છતા રાખવા બાબતે સૂચના આપી.