ટ્રમ્પની “ડહાપણની દાઢ!!!
૩૦-૩૧ જાન્યુઆરીના રોજ અમેરિકા અને ચીન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક વોશિંગ્ટનમાં
અમેરિકાના પ્રેસીડેન્ટ ડ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના સંબંધો ભારત, રશિયા, ચીન અને જાપાન સાથે મજબુત કરવા માંગે છે કારણકે તેમની સાથે સંબંધ રાખવા અનેક વિધ રીતે ફાયદારૂપ નિવડી શકે છે. વાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ચીન સાથે અમેરિકાના સંબંધો ખુબ જ સારા છે અને ખુબ સારી રીતે બંને દેશો વચ્ચે ચર્ચા-વિચારણા પણ થઈ રહી છે. ટેકસમાં વધારો કરવાના કારણે ચીનની અર્થવ્યવસ્થામાં થોડી અસર પણ પડી છે.
વધુમાં તેઓએ પોતાના અને ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સાથેના સંબંધોને ખુબ જ ખાસ માન્યા હતા અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયા, ચીન, જાપાન અને ભારત સાથેના સંબંધો તમામ દેશોએ સારી રીતે રાખવા જોઈએ અને વ્યકિતગત રીતે તમામ દેશો સાથે સંબંધો ખુબ જ સારા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમના સંબંધો ચીન સાથે છે તેમના વ્યાપારો પર ખુબ જ સારી અસર પાડશે અને ગત સપ્તાહમાં અમેરિકી અધિકારીઓ ચીનના અધિકારીઓ સાથે બેઈજીંગમાં એક બેઠક યોજી બંને દેશો વચ્ચે વ્યાપાર અને વ્યવહાર કઈ રીતે સુદ્રઢ કરી શકાય તે માટે ચર્ચા-વિચારણા પણ કરી હતી અને આજ અંગે તેમની બીજી બેઠક ૩૦ જાન્યુઆરી અને ૩૧ જાન્યુઆરીના રોજ વોશીંગ્ટન ખાતે યોજાવાની છે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ જે વર્તન અને કાર્ય કરી રહ્યા છે તે તેમના રાષ્ટ્રપતિ બન્યા પહેલા ન થઈ શકત એટલે કયાંકને કયાંક વાત સામે એવી પણ આવી રહી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાણે ડાપણની વાત કરી રહ્યા હોય ત્યારે અમેરિકા, ભારત, ચીન, રશિયા અને જાપાન સાથેના જે સંબંધોને ગાઢ કરવા માટે જે પહેલ હાથધરી રહ્યા છે તે કેટલા અંશ ફાયદાકારક નિવડશે તે આવનારો સમય જ જણાવશે.