દાઉદ સાથે વિશ્વાસઘાત કરી રહ્યાની આશંકાથી છોટા શકીલના ઈશારે શુટરોએ દેવડીવાલાની હત્યા કરી હોવાની સાંપડેલી આધારભૂત વિગતો
કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરીત ફારૂક દેવડીવાલાની કરાંચીમાં હત્યા થઈ છે. ફારૂખની હત્યા ‘ડી’ ગેંગના શુટરો દ્વારા છોટા શકીલના ઈશારે કરવામાં આવી હોવાનું માનવામા આવી રહ્યું છે. માર્યા ગયેલા ફારૂખની ગત વર્ષે દુબઈમાં ધરપકડ થઈ હતી જે બાદ ભારત સરકાર દ્વારા તેનું પ્રર્ત્યાપણ કરવા પ્રયત્નો થયા હતા. જે નિષ્ફળ નીવડયા હતા તે બાદ ફારૂક પાકિસ્તાનમાં હોવાના અહેવાલો આવ્યા હતા.
દેવડીવાલા પર ભારતમાં આતંકવાદી સંગઠ્ઠન ભારતીય મુજાહિદીન માટે યુવાનોની ભરતી કરવાનો આરોપ હતો. તેની દુબઈમાંથી ભારત પ્રર્ત્યાપણ રોકવા પાકિસ્તાને જુલાઈ ૨૦૧૮માં તેનો પાકિસ્તાની પાસપોર્ટ રજૂ કરીને તેને પાકિસ્તાની નાગરિક ગણાવ્યો હતો. જેથી વિવાદ થતા દુબઈ સરકાર દ્વારા તેનું ભારતને પ્રર્ત્યાપણ રોકી દેવામાં આવ્યું હતુ.
સુત્રોનાં જણાવ્યા અનુસાર છોટાશકીલ કે જે દાઉદ ઈબ્રાહીમના જમણા હાથ સમાન મનાય છે તેને દેવડીવાલાએ દુબઈમાં ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારી સાથે બેઠક યોજીને દાઉદની વિરૂધ્ધ કાવત‚ ઘડયાની શંકાઉદભવી હતી. જેથી, ફારૂક ડી ગેંગ માટે વિશ્વાસપાત્ર નથી એવી માન્યતાના કારણે તેની શુટરોને હત્યા કરી નાખવાની સૂચના આપવામાં આવી હતી.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમ છતાં આધારભૂત સુત્રોએ કરાંચીમાં દેવડીવાલાનું ફાયરીંગમાં મૃત્યુ થયાની વાતને પુષ્ટિ કરી હતી. આ પહેલા ૨૦૦૮માં પણ કરાંચીમાં દાઉદનાં સાગરીત ગેંગસ્ટર ફીરોઝ કોંકણની આરીતે ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ડી ગેંગના બીજા સાગરિકની કરાંચીમાં હત્યા થયાનું બહાર આવ્યું હતુ.
ફારૂક દેવડીવાલા મુળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી હતો. અને ભારતની વિવિધ આતંકવાદ વિરોધી ટુકડીઓ (એટીએસ)ની તે રડારમાં હતો. ગોધરાકાંડ બાદ ગુજરાતનાં ગૃહમંત્રી હરેન પંડયા અને અન્ય કેટલાંક લોકોની હત્યામાં તેની સંડોવણી ખૂલવા પામી હતી. મુસાફીરખાનાની અર્જુન ગેંગનો મેમ્બર દેવડીવાલં કુખ્યાત ગેંગ સ્ટર સલીમ કુર્તા સાથે નજીકથી સંકળાયેલા અને તેના સાથે કામ કરતો હતો. પછીના વર્ષોમાં જે કટ્ટરવાદી બની ગયો હતો. અને ભારતીય ભૂમિ પર હુમલા કરવા યુવાનોને તાલીમ આપવા ‘ઈન્ડીયન મુજાહીદીન નામના આતંકવાદી સંગઠ્ઠન માટે યુવાનોની ભરતી કરવાનાં તેના પર આરોપો મૂકાયા હતા.