૩૫ી ૪૦ વર્ષની ઉંમરમાં જો વ્યક્તિને હાંફ ચડતી હોય, શ્વાસ ટૂંકો પડે, લાંબા ગાળાની કફની તકલીફ હોય તો તેણે પલ્મનરી ફંક્શન ટેસ્ટ કરાવવી જરૂરી છે. આ લક્ષણો ન દેખાતાં હોય તો પણ જો સ્મોકિંગની આદત હોય તો આ ટેસ્ટ જરૂરી છે જેના દ્વારા તમને COPDએટલે કે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ છે કે નહીં એ જાણી શકાય છે.વર્લ્ડ COPDડે નિમિત્તે આપણે જાણીએ આ રોગ, એના ઇલાજ અને એનાી બચવા માટેના ઉપાય વિશે
૩૫ી ૪૦ વર્ષે જો કોઈ માણસ એકાદ કિલોમીટર ચાલે અને હાંફી જાય તો એ આજના સમયમાં કદાચ જેટલું નોર્મલ લાગે છે એટલું નોર્મલ છે નહીં. જીવવા માટે શ્વાસની અગત્ય છે અને શ્વાસ લેવા માટે ફેફસાંની. આ ફેફસાં આપણે આખા જીવન પર્યંત ફક્ત ૫૦ ટકા જેટલાં માંડ વાપરીએ છીએ. ઘણા લોકો તો એક ફેફસા સો જન્મતા હોય છે જેનો એક્સ-રે ન કરાવીએ તો ખબર સુધ્ધાં ની પડતી કે આ વ્યક્તિને એક જ ફેફસું છે. એનો ર્અ એ યો કે ભગવાને આપણને ઘણી રિઝર્વ કેપેસિટી સો બનાવ્યા છે જેમાં અડધોઅડધ ફેફસાં ખરાબ ઈ જાય તો પણ આપણે સામાન્ય જીવન જીવી શકીએ છીએ.
છતાં પણ વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર બનતો દુનિયાનો ત્રીજા નંબરનો રોગ છે COPDએટલે કે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ. આ ફેફસાંનો રોગ છે.
સમગ્ર દુનિયામાં આ રોગ વિશે લોકો જાગૃત બને એ માટે COPDદિવસ ઊજવવામાં આવી રહ્યો છે. COPDના જે ૧૦ દરદીઓ મૃત્યુ પામે છે એમાંી ૯ સ્મોકર્સ હોય છે. સમગ્ર દુનિયામાં આજે સ્મોકિંગ COPDમાટેનું મુખ્ય કારણ ગણાય છે. જોકે COPDના દર ૬માંી એક દરદી એવો હોય છે જેણે ક્યારેય સ્મોકિંગ કર્યું ની હોતું. આ એ દરદીઓ છે જેમને હવાના પ્રદૂષણને કારણે કે ચૂલાના ધુમાડાને કારણે કે સોનાની ખાણ કે શણ બનાવવાના કારખાનામાં કામ કરતા હોય છે જેને કારણે વ્યક્તિ આ રોગનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આંકડાઓ મુજબ ભારતમાં ત્રણ ટકાી લઈને આઠ ટકા જેટલા પુરુષોમાં આ રોગ જોવા મળે છે, જ્યારે ૨.૫ી લઈને ૪.૫ ટકા જેટલી ીઓમાં પણ આ રોગનું પ્રમાણ જોવા મળે છે. ીઓમાં વધતા જતા સ્મોકિંગના પ્રમાણને કારણે આ આંકડો વધતો જઈ રહ્યો છે. આ રોગ ક્યારેય ઠીક ઈ શકતો ની અને ધીમે-ધીમે વધતો જ જાય છે. તો આ રોગમાં માણસને શું ાય અને એ ાય ત્યારે શું કરવું? એનાી બચવાનો કોઈ ઉપાય? આ પ્રશ્નોના જવાબ આજે જાણીએ.
એમ્ફિસીમા
COPDએ બે પ્રકારની કન્ડિશનમાં વહેંચાયેલો રોગ છે. પહેલી કન્ડિશન છે એમ્ફિસીમા અને બીજી કન્ડિશન છે ક્રોનિક બ્રોન્કાઇટિસ. એમ્ફિસીમા વિશે વાત કરતાં બોમ્બે હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ક્ધસલ્ટન્ટ ચેસ્ટ-ફિઝિશ્યન ડોકટરકહે છે, ફેફસાંની અંદર નાના વાયુ કોષો રહેલા હોય છે જે દ્રાક્ષના ઝૂમખા જેવા દેખાતા હોય છે. આ કોષોની પાતળી દીવાલો ગેસ એક્સચેન્જ યુનિટ તરીકે કામ કરતી હોય છે એટલે કે લોહીમાંી ઑક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ પાછો ધકેલવાનું કામ આ દીવાલો કરતી હોય છે. એમ્ફિસીમામાં આ દીવાલો ડેમેજ ઈ જાય છે અને આ નાના દ્રાક્ષ જેવા ઝૂમખામાં રહેતા કોષો દીવાલ તૂટી જતાં ભેગા તા જાય છે જેને કારણે વાયુ કોષો મોટા અને પ્રમાણમાં ઓછા તા જાય છે. એને કારણે ગેસના એક્સચેન્જમાં તકલીફ ાય છે અને એ દરદીઓ માટે વધુ કોઈ કામ કરે ત્યારે શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે.
ક્રોનિક બ્રોન્કાઇટિસ
COPDના બીજા પ્રકાર ક્રોનિક બ્રોન્કાઇટિસ વિશે વિસ્તારમાં જણાવતાં ડોકટર કહે છે, શ્વાસનળીની અંદરની દીવાલમાં ઇરિટેશન અને સોજો આવે છે જેને કારણે ફેફસાંમાં કફ વધુ પ્રમાણમાં બને છે. આ વધુ પ્રમાણમાં બનતો કફ શ્વાસનળીને બંધ કરે છે જેને લીધે શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે. જ્યારે કોઈ વ્યક્તિને સતત ત્રણ મહિના સુધી કફ રહે અને આવી પરિસ્િિત સતત બીજા વર્ષે પણ પાછી આવે તો સમજવું કે તેને ક્રોનિક બ્રોન્કાઇટિસ છે.
ઇલાજ
૩૫ી ૪૦ વર્ષની ઉંમરમાં જો વ્યક્તિને હાંફ ચડતી હોય, શ્વાસ ટૂંકો પડે, લાંબા ગાળાની કફની તકલીફ હોય તો તેણે પલ્મનરી ફંક્શન ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો તમને આ લક્ષણ ન દેખાય તો પણ જો તમે સ્મોકિંગ કરતા હો, ચૂલા પર ખોરાક બનાવતા હો, સોનાની ખાણ કે શણની ફેક્ટરીમાં કામ કરતા હો તો જાતે જ ૪૦ વર્ષની ઉંમરે આ ટેસ્ટ કરાવી લેવી. જો ખૂબ સામાન્ય સ્ટેજ પર આ રોગ પકડાઈ જાય તો એનાી બચવું શક્ય છે. ઇલાજ વડે તમારું જીવન ઘણું સુધરી શકે છે. એના ઇલાજ વિશે સમજાવતાં ડોકટરકહે છે, ઇલાજમાં બ્રોન્કોડાયલેટર્સ અને સૂંઘીને લઈ શકાય એવી સ્ટેરોઇડ્સનો ઉપયોગ ાય છે. સૂંઘીને લઈ શકાય એવાં બ્રોન્કોડાયલેટર્સ કફને હટાવે છે અને શ્વાસનળીમાં હવાની અવરજવરને સરળ બનાવે છે. સ્ટેરોઇડ્સ આ શ્વાસનળીમાં આવેલા સોજાને દૂર કરે છે અને બીજી મોઢાી લેવામાં આવતી સ્ટેરોઇડ્સની જેમ એની સાઇડ-ઇફેક્ટ્સ પણ ની. જો તબિયત અચાનક બગડે તો ઇન્જેક્શન કે મોઢા દ્વારા અપાતી સ્ટેરોઇડ્સ વાપરવામાં આવે છે. આ દરમ્યાન કોઈ ઇન્ફેક્શન ાય તો ઍન્ટિબાયોટિક પણ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિને ઑક્સિજન પણ આપવાની જરૂર પડે છે. આ સિવાય પલ્મનરી રીહેબિલિટેશન પણ આ રોગમાં અત્યંત ઉપયોગી ઇલાજ છે. એમાં ફિઝિયોેરપી દ્વારા વ્યક્તિનાં ફેફસાંની શક્તિને વધારવામાં આવે છે.