૩ ફેબ્રુઆરીએ પસંદગી મેળો, પૂર્વ સંધ્યાએ શૈક્ષણિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ: જ્ઞાતિ આગેવાનો ‘અબતક’ના આંગણે
સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૩ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભવ્ય પરિચય પસંદગી મેળાનું આયોજન કરાયું છે. તેમજ પૂર્વ સંધ્યાએ શૈક્ષણીક ઈનામ વિતરણ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. પસંદગી મેળાના ફોર્મ દરેક જિલ્લા કક્ષાએથી મેળવી શકાશે.
સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થાએ પોતાની માલીકીની ૪૦૦ ફૂટની ઓફીસ અમદાવાદમાં ગિતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રાયપૂર દરવાજા બહાર લેવામાં આવી આજ સુધીના જે કાર્યક્રમો થતા તેમાં વધારો કરીને અનેક કાર્યક્રમો ગુજરાત ભરના દરજી પરિવારો માટે શરૂ કરવામાં આવ્યા આ સંસ્થાનાં અર્થાગ પ્રયાસથી દરજી સમાજે ઓ.બી.સી.માં સમાવેશ કરવામાં આવ્યો જેનો લાભ ગુજરાત ભરનાં વિદ્યાર્થીઓને મળવા લાગ્યો એ પહેલાથી યુવક યુવતી પરિચય મેળવાડો તો સંસ્થા કરતીજ હતી જે આ વર્ષે ૩૧ મો પરિચય મેળાવડો યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત મેડીકલ કેમ્પ સારવાર સહાય સૌથી વધુ માર્ક લાવનાર દરજી પરિવારના વિદ્યાર્થીઓને સ્મૃતિ પત્રક તથા મુમેન્ટો આપવામાં આવે છે. તેમજ વિવિધ ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલે કે રાજકક્ષાએ જે મહાનુભાવોનું સન્માન થયું હોય તેવા પ્રતિષ્ઠિત વ્યકિતઓનું વિશેષ સન્માનકરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતના ઘણા બધા જિલ્લામાં ક્રિકેટ ક્ષેત્રે દરજી પ્રિમીયમ લીગ ડી.પી.એલ. યોજવામાં આવી છે.
આ ઉપરાંત આ વર્ષથી સાંસ્કૃતિક ક્ષેત્રે યુવાઓ કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે ભવ્ય સાંસ્કૃતિક યોજના યોજવામાં આવી છે. જેને ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. જેમાં ફાઈનલ સ્પર્ધાને તા.૨-૨-૧૯ ને શનિવારે શહીદ વીર મંગલ પાંડે ઓડીટોરીયમ હોલ, વિરાટનગર, નિકોલ રોડ, અમદાવાદ ખાતે યોજવામાં આવેલ છે. અને બીજા દિવસે તા. ૩-૨-૧૯ના રોજ તેજ સ્થળે યુવક યુવતી પરિચય મેળાવડો પણ યોજવામાં આવેલ છે. જેમાં આજ સુધીમાં લગભગ ૪૦૦ એન્ટ્રી મળી ચૂકી છે.
અમદાવાદ મુકામે વિદ્યાર્થીઓ માટે નોકરીયાત માટે અમદાવાદની મુલાકાત લેનારાઓ માટે એક ભવ્ય દરજી ભવનનું આયોજન કરવાનું સ્વપ્ન હતુ જે સાકાર થવાનીતૈયારીમાં છે.
વિશેષમાં આ વર્ષે તા.૩.૨ના યુવક યુવતી પરિચય મેળામાં ભાગ લેવો હોયતો તા. ૧૫-૧ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ તથા ટ્રસ્ટી રૂપેશભાઈ દુદકીયા મો. ૯૮૨૫૦૯૯૬૨૭ તથા ટ્રસ્ટી એડવોકેટ તનસુખભાઈ બી. ગોહેલ મો. ૯૮૯૮૦૬૭૧૧૭ નો સંપર્ક સાધવાનો રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ અગ્રણીઓ ગુણવંતભાઈ ગોહેલ (પ્રમુખ), રશ્મિકાંત ભાઈ દરજી, રૂપેશભાઈ દુદકીયા, તનસુખભાઈ ગોહેલ, નિરંજનભાઈ સોલંકી, યોગેશભાઈ પીઠડીયા અને દિપકભાઈ પીઠડીયા ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.