પતંગોત્સવને ‘ચીકીલીશીયસ’ બનાવવા જલારામ ચીકીમાં ટેસ્ટી ફલેવર્સ પ્રકાશભાઇ
ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે બજારમાં અત્યારે પતંગ, ફીરકી, દોરા સિવાય ચીકી, તલના લાડુ વગેરે જેવી ખાદ સામગ્રી ખીરદવાવાળા લોકો પણ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રખ્યાત જલારામ ચીકીમાં મોટી સંખ્યામાં અવનવી ચીકીઓની ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે.
આ તકે જલારામ ચીકીના માલીક પ્રકાશભાઇ એ જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વને લઇ અમારે ત્યાં ખરીદી કરનાર લોકોનો વધારો થયો છે. અમારી પાસે ચીકીમાં અવનવી વેરાયટીઓ જેવી કે તલની ચીકી, સીંગદાણાની ચીકી, દાળીયા, ખજુર, ટોપરાપાક વગેરે ઉપલબ્ધ છે.
આજે જયારે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયાં છે ત્યારે અમે લોકોના આરોગ્યની પૂરતી તકેદારી રાખી રહ્યા છીએ. અમે શુઘ્ધ ગોળ તેમજ વિવિધ ફલેવરમાં વપરાતી વસ્તુ જેવી કે શીંગદાણા, તલ, દાળીયા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ જેથી તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે ઉત્તરાયણના પર્વ નીમીતે હું લોકોને આરોગ્ય સારું રહે તેમજ તહેવારને આનંદ ઉલ્લાસથી ઉજવી શકે તે માટે શુભેચ્છા પાઠવું છું.