પૂ.ધીરગુરૂદેવનું મંગલ સાનિધ્યે
જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે બીજા ચરણમાં ૩૫૧ વર્ષીતપ અને તપસ્વીરત્ના પૂ.પદ્માજી મ.સ.ની ૧૦૦મી આયંબિલના કળશ પ્રત્યાખ્યાન અમીન માર્ગ મેઈન રોડ ખાતે સુશોભિત આદિનાથ નગરીમાં પૂ.ધીરગુરુદેવ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજી વૃંદની નિશ્રામાં સંપન્ન થયા છે. ત્યારે જય આદિનાથ, જય જય વર્ષીતપના જયનાદે આકાશ ગુંજી ઉઠયું હતું. સમારોહની અધ્યક્ષતા જગદીશભાઈ મહેતાએ દીપાવી હતી.
આ પ્રસંગે આર.જી.બાવીસી, સી.એમ.શેઠ, જે.એમ.પટેલ, હેમલ મહેતા, પ્રતાપ વોરા, પ્રફુલ જસાણી, રંજનાબેન કામદાર, રીનાબેન બેનાણી, દેશ-વિદેશના ભાવિકોની હાજરી હતી. સ્વાગત પ્રવચન ધીરૂભાઈ વોરાએ કરેલ. નેમ આર્ટસ દ્વારા જયોતિર્ધર પૂ.જશાજી સ્વામી નાટકની શાનદાર રજૂઆતથી સહુ પ્રભાવિત બન્યા હતા.