કમિશન વધારવાની કે અન્ય પ્રોત્સાહન વધારવાની માગણી નહીં સ્વીકારાય તો દુકાનદારોના પરવાના સીએમ કાર્યાલયમાં જમા કરાવી દેવાશે
રાજકોટસહિત રાજયભરના રેશનિંગના દુકાનદારોના એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા અને દુકાનદારોને દુકાન ચલાવવાનું મુશ્કેલ બનતા દુકાનના સંચાલક પદેી રાજીનામુ આપીને મે મહિનાની ૨૮મીી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની જાહેરાત રવિવારે મળેલી બેઠકમાં કરાઇ છે. જો ૩૧મી મે સુધી સરકાર તેમની સમસ્યાનો કોઇ ઉકેલ નહીં લાવે તો જુન મહિનામાં દુકાનદારોના રાજીનામા લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યાલયમાં પહોંચાડવામાં આવશે. દુકાનદારો આગામી સપ્તાહી જ તેમના પરવાનાના રાજીનામા એસોસિએશનમાં જમા કરાવવા લાગશે. રેશનિંગના દુકાનદારો સરકાર પાસેી ફક્ત પરવાનો ધરાવે છે અને સરકારી કર્મચારી ની કે સરકાર મનફાવે તેવા નિર્ણયો કોઇપણ પૈસા આપ્યા વગર સોંપી દે છે તેી રેશનિંગના કાર્ડધારકોનું આધાર કાર્ડ લીંક અપ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે તેને પણ ફગાવી દેવાયો હતો.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની બેઠક પ્રમુખ પ્રહલાદ મોદીના અધ્યક્ષ પદ હેઠળ યોજાઇ હતી. જેમાં અમદાવાદ શહેર-જિલ્લો અને સૌરાષ્ટ્રના કેટલાક હોદ્દેદારો પણ ઉપસ્તિ રહ્યા હતા. બેઠકમાં રેશનિંગના દુકાનદારોને ક્રમશ: નહિવત્ જેવું કમિશન અને સામે પક્ષે સરકાર તરફી આધુનિકીકરણના નામે વધારાતો બોજો છતાં વધારાનું કોઇ પ્રોત્સાહન નહીં અપાતા દુકાનદારોની હાલત કફોડી ઇ જવા પામી હોવાનું કહેવામાં આવ્યું હતુ. તે ઉપરાંત પહેલા કરતા કાર્ડધારકોની સંખ્યા અને કેરોસીનનું વેચાણ પણ ઓછુ ઇ જતા દુકાનદારોની આવકને ફટકો પડયો છે. આ્વા અનેક મુદ્દે સરકારને અવારનવાર રજૂઆત છતાં દુકાનદારોને કોઇ મદદ ન કરાતા હવે દુકાનો બંધ કર્યા વગર છૂટકો ની તેી દુકાનદારોના સંચાલકો તેમના રાજીનામા આપવાની શરૂઆત કરશે અને ૨૮મીી રાજયભરમાં રેશનિંગના દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ દ્વારા દુકાનદારોને ગ્રાહકોના આધારકાર્ડ વિતરણ વ્યવસ સો લીંક અપ કરાવવાની સૂચના અપાઈ છે તેનો પણ અમલ કરવામાં આવશે નહીં. રેશનિંગના દુકાનદારને મળતું વળતર એટલું ઓછુ ઇ ગયું છે કે, સરકાર ના છૂટકે તેમને ખોટુ કરવા પ્રેરતી હોય તેવી સ્િિત સર્જાઇ ગઇ હોવાની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી. એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદી દ્વારા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારી રેશનિંગના દુકાનદારોના વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો ની. દુકાનદારોને નિશ્વત આવક આપવા, કમિશન વધારવા અને અન્ય રીતે પણ સક્ષમ બનાવવા માટે અનેક સૂચનો કરવામાં આવ્યા છે જેને સરકાર ધ્યાન પર લેતી નહીં હોવાની ચર્ચા પણ બેઠકમાં ઇ હતી.