નિવૃત શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા
ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ ગુણવતાયુકત બની રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આવા સરકારના અભિગમને સાર્થક કરવા જોડિયા તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોનું શૈક્ષણિક અધિવેશન તથા ચિંતન બેઠક તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ જોડિયા દ્વારા શાળા સમય પુરો કર્યા બાદ યોજવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ એવા ગુજરાત રાજય પ્રા.શિ.સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા તથા જિલ્લા શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેન મોહનભાઈ પરમાર, જિલ્લા પ્રા.શિ.ડુમરાળીયા, પ્રાચાર્ય કરકર, પૂર્વ મામલતદાર વાળા, પ્રો.જાદવ તા.પં.પ્રમુખ વિજયભાઈ છત્રોલા, જિ.સ.શબીરભાઈ, ટીડીઓ માંગુડા એટીડીઓ ચૌહાણ, જિલ્લા સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, નાયબ ડીપીઈઓ પાલા હડિયા તાલુકા સંઘના પ્રમુખો મંત્રીઓ, બીઆરસીડો, ટીપીઈઓ તથા શિક્ષક સંઘના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહી શિક્ષણ અને શિક્ષકની ભૂમિકા વિષય ઉપર વાત કરી હતી અને જોડિયા તાલુકાની શાળામાં જે કામ થઈ રહ્યું છે તેને બિરદાવી હતી.